Saturday, 23 December 2017

નહીં ફંફોસ મારો ચહેરો,,કંઇક સવાલોનો છે મહોરો
તારા દરેક સવાલનો મનગમતો જવાબ છે ચહેરો 

તને એકલો મુકવો ગમતો નથી કારણ કે, 
દિલ દુનિયા પર વિશ્વાસ કરતું નથી, 
કરી દેશે તને મારાથી દુર કોઇ, 
એટલે, કયારેક દિમાગ દિલ સામે ઝૂંકતું નથી,

તારા દિલમાં મારા માટે જગ્યા નથી કંઈ વાંધો નહિ,
પણ મારા દિલમાં તારા સિવાય કોઈ માટે જગ્યા નથી !!

તને પામું  ના પામું  તે કિસ્મત ની વાત છે..
પણ  
જિંદગી ભર તને ચાહું ...
તે મારા હાથ ની વાત છે

પ્રેમનો હેતુ ફક્ત મેળવી લેવાનો હોત તો આજે,
શ્યામ ફક્ત શ્યામ જ હોત રાધેશ્યામ ના હોત.

તારા ગાલ નુ ખંજન મારી નજર નુ પુર્ણવિરામ છે

તુ ગુજર જાએ કરીબ સે 
વો ભી મુલાકાત સે કમ નહી...

પ્રેમ શું છે....??

અડ્યા વગર સ્પર્શ,

શબ્દ વગર વર્ણન,

આપમેળે થતી લાગણી,

મિલન માટે ઇન્તજાર,

મધદરિયે પણ પ્યાસ,

પાનખરમાં વસંતની યાદ..  

         અંતે...

આ વાંચતાં જેની યાદ આવી જાય
તે પણ તો પ્રેમ જ ને....!!

ક્યારેક સમય મળે તો અમારી સામે પણ જોઈ લેજો...
હજુ પણ એ નજરોથી ઘાયલ બનવાની ઈચ્છા અધુરી છે...!!!

શબ્દો જ ક્યા જરૂરી છે બધુ કહેવા માટે,
આંખો જ કાફી છે જો સમજી શકે કોઈ.



No comments:

Post a Comment