Tuesday, 19 December 2017

સંબંધ નિભાવવામાં હું ક્યાંક કાચો પડ્યો ..
એ મારાં જ રહેશેે ..
ક્દાચ એ જ ભરોંસે મને ખોટો પાડ્યો..

આકાશમાંથી એક તારો ખરતો જોયો,
મેં એને તારી પાછળ મરતો જોયો!

નહોતી ખબર કે બધી લત સાવ આમ જ મુકાઇ જશે...
તમે પસાર થશો સામે થી ને અહી ધબકારો ચુકાઇ જશે... 

તકલીફ તો ત્યારે પડશે જ્યારે કોઈ લાગણીઓ હશે...
પણ જો લાગણીઓ જ દમ તોડી દેશે 
તો તકલીફ નો સવાલ જ ક્યાં છે???⚘💕

તારીફ કરું તારા માદક શબ્દો ની કે
બુરાઈ કરું તારી અનોખી આદત ની 
.
.
તું મીઠું મીઠું બોલી ને ઘાયલ કરી જાય છે ,,,,!!!

એ નજરોથી વાર કરી ગઈ કે
કોઈ તીર આ દિલની પાર કરી ગઈ.....

મને ખુદ મુજથી લાચાર કરી ગઈ
દિલ દઈ દિલ લીઘું એણે મારું..

એ દિલોના સૌદા કરી ગઈ કે
મુજ પર એક ઉપકાર કરી ગઈ...🍁

પહેલો વરસાદ તારી જોડે, જાણે પીગળે કાળો અંધારો રસ્તો બની પીળો...

લાલ બની એકમેકમાં ઓગળીએ, હું ભીંજવું તને
હોઠ- હાથથી  બની પીળો...🍁

તું દુર ના જઈશ મારાથી,
હું પણ દૂર નહી જાવ તારાથી.

તારા ભાગમાં આવેલ લાગણી તું સાચવજે,
મારા ભાગમાં આવેલ લાગણી હું સાચવીશ.

તું ત્યાંથી મને યાદ કરી સ્મિત આપજે,
હું અહીંયાથી સ્મિત આપી તને યાદ કરી લઈશ.

તેના આવવા થી ફૂલોની જેમ ફોરમ પ્રસારાઈ હતી
.
આજે એના જવા થી વાવાઝોડા ની જેમ મોસમ સર્જાઈ છે...!! 

આ આંખોના પલકારામાં તારો જ ચહેરો દેખાય છે,

આ દિલના દ્વારમાં તારો જ પહેરો વર્તાય છે. 


No comments:

Post a Comment