Thursday, 14 December 2017

દિકુ😘 આજે પણ મને યાદ છે મને મારા 3 ગુનાહ...😖


1】☝🏻પહેલો" પ્રેમ કર્યો હતો.."❤

2】🤞🏻બીજુ "તારી સાથે કર્યો હતો..."👱🏻‍♀

3】 "અનહદ પ્રેમ બસ તને જ કર્યા હતો.."

                   💞💘💞

💞🍃💞મન ભરાઈ જાય એટલે
ના ગમવાના બહાના મળી જતા હોય છે,
રમકડા હોય કે પ્રેમ !!💞🍃💞

                 💕💘💕

પંખીઓને જોઈ 
આવ્યા ઘણા વિચાર
નથી બેંકમાં ધન ,
અનાજ કે નથી ઘરબાર
શું ખાવા મળશે ને ક્યાં, 
નથી કોઈ ખબર
તાપને ઠંડી સહન કરે છે, 
બારેમાસ બેસુમાર
છતાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ
પ્રભુ પર શ્રધ્ધા રાખી, 
જીવે છે દિવસ અને રાત
અને દેખો વિશ્વમાં શક્તિશાળી આ માનવ જાત
બધું હોવા છતાય, કરે છે રોજ પ્રભુને ફરિયાદ

                  💕💘💕

કારણ વિના જ વારંવાર log out કરી login કરવું ગમે છે.
કારણ બસ એટલું જ કે વારંવાર તારું નામ ઘૂંટવું ગમે છે.

રૂંવે રૂંવે છલકતી તડપ, ને હૈયાંને ઘમરોળતી તારી ઉણપ,
બેરુઆબ થઈને પણ તારી આસપાસ ભટકવું ગમે છે.

શબ્દો પણ સાથ નથી આપતા હવે તારા વિયોગમાં જોને,
તોય તુજ સુધી પહોંચવા નિરર્થક ગહેરાઈ વિનાનું પણ લખવું ગમે છે. 

                 💕💘💕

તારી નઝરને કહે થોડો વિચાર કરે,
આમ આપણી લાગણીઓ નો પ્રચાર ના કરે..!!!

ક્યાં કોઈ સરહદ ને બંધનો નડ્યા,
થવા માટે પ્રેમને આમ જ સરેઆમ થશે.

ખુબ ગોત્યું,
પણ ન તો ઘરમાં મળ્યું .. કે ન લોકર માં હતું !
ખબર નહિ ... આપણા મમ્મી પપ્પા,
એમનું દુઃખ છુપાવીને ક્યાં રાખતા હતા...???

💞🍃💞શબ્દોના સાથિયા નથી આ હ્રદયની ભાત છે..

                💕💘💕

લોહીમાં ઝબોળી લખેલી લાગણીની વાત છે..💞🍃💞

💞🍃💞તને આખી રાત એવિ
રીતે યાદ કરું છું
જાણે સવારે મારી પરીક્ષા હોય.💞🍃💞

                 💕💘💕

પ્રેમ..વાત... દિલ સાથે આંખોએ કરેલા અટકચાળાની છે..!!

પ્રેમ...વાત.. લાગણીના શાંત જળમાં કાંકરીચાળાની છે..!!

પ્રેમ..વાત..પુરાયેલી ઊર્મિઓના ખુલેલા તાળાની છે..!!

પ્રેમ...દિલપર પડતા નવોઢાના જાણે કંકુપગલાં છે..!!

પ્રેમ...સપનાંમાંથી સત્ય તરફના ધીમા ધીમા ડગલાં છે..!!

પ્રેમ..હૃદયમાં ઉઠતા મિશ્રભાવોના જાણે ઢગલે ઢગલા છે..!!

પ્રેમ..  વાત.. અજાણતા જોડાતા હૃદયના તારની છે...!!

પ્રેમ... વાત.. આંખેથી હંમેશા થતી અશ્રુધારની છે...!!

પ્રેમ..  વાત..''તું" મા ભળી જઇ ''હું'' ના અગ્નિસંસ્કારની છે..!!

                 💕💘💕

No comments:

Post a Comment