Friday, 15 December 2017

યાદ છે તને ? 
એ શિયાળામાં 
તેં કાચું આંબળું ખાતાં-ખાતાં મારા 
તરફ નજર કરી 'તી ?

મેં ઈશારાથી આંબળું માગ્યું 'તું 
ને તેં આંબળું ખાઈને 
છેલ્લે 
એનો ઠળિયો ફેંક્યો હતો 
મારા તરફ ...!
અને મેં એ ઝીલી પણ લીધેલો ...!
તને એમ કે મારા ભાગે ઠળિયો 
આવ્યો ....!
પણ ...
મેં એ ઠળિયો વાવેલો મારા 
ક્યારામાં ...!

આજે આંબળાંથી સમૃદ્ધ એ વૃક્ષ 
તારી રાહ જુએ છે ....

તું આવીશ ?

- નિનાદ અધ્યારુ

તું જીગર દે છે અને હું જાન આપું છું,
મેળવું એથી વધારે માન આપું  છું !

તું ય કંઇ તારા વિશે બોલે તે આશામાં,

હું તને મારી સતત પહેચાન આપું છું !

પહેલીવાર મારા
સપનામાં કાલે તું આવી..

હવે સમજ્યો મને

આટલી સરસ ઉંઘ કેમ આવી 😘😉

રાજ છે ગહેરો તને લખેલા કાગળ ની સુગંધ નો


નીચે હસ્તાક્ષર ની બદલે કાગળ ચુમી લવ છું

💞🍃💞ઊંડાણથી લખાય છે પણ ઉપર થી વંચાય છે,

                 💕💘💕


શબ્દો ની સાથે પણ કેવું ઓરમાયુ વર્તન થાય છે...💞🍃💞

💞🍃💞આવો તમે કે મારા નયનને જીવન મળે

                 💕💘💕


દર્શન તમારા એ જ તો આંખોને શ્વાસ મળે....*💞🍃💞

તમને જોઈને અમે ,
સમય ભૂલી ગયા .

      . ..અને.....

તમે સમય જોઈને ,

અમને ભૂલી ગયા...... 

મિલાવી શુ આવ્યો
એમની આંખ માં આંખ,

આખું શહેર કહેવા માંડ્યું

 પીવાનું ઓછું રાખ....

મારી લાગણીઓમાં ભળી
એ દિલમાં ઉતરી ગયા,


બની ને મારી આદત એ પોતે

જ બદલાઈ ગયા

ખાલી અહેસાસ બદલાઈ જાય છે,



દોસ્તો બાકી પ્રેમ અને નફરત એક દિલ થી થાય છે...

No comments:

Post a Comment