Tuesday, 26 December 2017

​કોઈ જ ભાડું નહિ લઉ હું તમને મારા હદ્દયમાં રાખવાનું...​

                      💕💘💕

​બસ લાગણીઓ થી જોડાયેલા રહેજો તમે મારી સાથે.​

વીજળીના ઝબકાર માં સુની, પ્રીત ની પરમ વાણી;

                    💕💘💕

આભ  આખો થયું  ઝાલ્હાલા  ને, પૃથ્વી  થઇ  પાણી  પાણી.

” આ લાગણી નાં બંધન પણ કેવાં અનોખાં ,
તમને મળ્યા વિનાં પણ હું ઓળખું છું તમને.

એક લીટી માં તારું વર્ણન કરું તો...

તને જોઇને પાણીને પણ તરસ લાગે....

એક લીટી માં તારું વર્ણન કરું તો...


તને જોઇને મરજીવો પણ મોતી ને ભુલી જાય.......

એક પાંદડીએ
પૂછ્યું ડાળી ને
તને 
મારો ભાર લાગે છે?

ડાળી કહેઃ
"ભાવ હોય ત્યાં ભાર શાનો"?

તારી ગેર-સમજ ને મેં નજર-અંદાજ કરી લીધી,
અને તે મારી સમજ ને  નજર-અંદાજ કરી લીધી..

પ્રેમમાં પડવાનું એક જ કારણ હતું,

મને તારી આંખો નું આમંત્રણ હતું.

એક મનગમતી આંખો એવી રીતે મળી ગઈ,,,
કે મારી જિંદગી એના નામે કરી ગઈ..

હું મૌનમાં દબાવેલો દારૂગોળો, 


અને તારું સહેજ મલકવું એ દીવાસળી...

No comments:

Post a Comment