Wednesday, 13 December 2017

લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું , , , 
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું . . .

જોયા અગણિત સંબંધો દુનિયામાં , , , 
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું . . . 

શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન , , , 
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું . . . 

ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં , , ,
આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું . . . 

જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા , , , 
લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું . . . !!!

                   💕💘💕

"એવું કઈ ના થઇ શકે કે ?


મારા ગાલ પર હાથ ફેરવી,

તને ગમતા ઓળેલા મારા વાળ વિખી,

કપાળ પર થી વાળ બાજુ માં રાખી,

મારા કપાળ પર એક ચુંબન કરી,

મને આલીંગન માં લઇ ને કહે 

કે
હું છું ને...................

                   💕💘💕

ધીમા ધીમા ઉજાસ માં આરતી ના ઝાલર,
ઠંડી ઠંડી હવાઓ અને અંબર નો સંગ, 
કેસરી નભ ને સુરજ નો સંગ,
પંખીઓના કલરવ અદ્ભુત સંધ્યા ના રંગ

🙏શુભ સંધ્યા 🙏

મને રોજ વધું સુંદર બનાવે છે..
તમારી આંખોમાં વસતો એક અરીસો 😍

થીજેલી ઠંડી માં હુંફાળો એક ખ્યાલ આપ ,
રહેવા દે શાલ તારી પાસે ,
એક ઉષ્મા ભરેલું વ્હાલ આપ..!!!🌱✍🏼

પ્રેમ કોઈ એવી વ્યક્તિ ને શોધતો નથી,
કે જેની સાથે જીંદગી વિતાવી શકાય.
એ તો એવી વ્યક્તિ ને શોધે છે,

જેના વગર એક પળ પણ રહી ના શકાય...

💞🍃💞તમારા જીવન મા મારી કમી રહેશે કે નહિ એ તો ખબર નહી,

                   💕💘💕

પરંતુ મારા જીવનમાં તમારી કમી કાયમ રેહશે💞🍃💞

💞🍃💞પંથ પ્રગતિનો આટલો કદી મહેકે નહીં"મૌન"

                💕💘💕

નફરત ના ફૂલો નક્કી અહીં પાથર્યા લાગે છે💞🍃💞

💞🍃💞શબ્દોના સાથિયા નથી આ હ્રદયની ભાત છે..

                💕💘💕

લોહીમાં ઝબોળી લખેલી લાગણીની વાત છે..💞🍃💞

💞🍃💞ભીંજાઈલી આંખો ને તું ટગર ટગર જોવાનું છોડ, 

                  💕💘💕


અને હવે તું બીજા કોઈ નગર તરફ દોડ💞🍃💞

No comments:

Post a Comment