Thursday, 14 December 2017


            પ્રેમની પ્રભાત 
           સ્નેહ ની સવાર 
    મોહબ્બત ની મૌસમ 
          પ્રીત ની પ્રકાર  ....?
અને મિત્રતાની મુસ્કાન  ::::
    તમને રોજ મળે આવી  !?
સોનેરી સવાર 
   
                 💕💘💕

💞🍃💞પુરુષ એટલે એક એવું વ્યક્તિત્વ
જેના હૃદયમાં ધરબાયેલ ડૂમો

                  💕💘💕

તેના આંસુઓની ખારાશ કરતાં
વધુ વજનદાર હોય છે.💞🍃💞

💞🍃💞જો તું વરસાવે
વહાલ નું એકાદ ઝાપટું

               💕💘💕

તો હું જીવી લઉં
ઘણું બધું એકસામટું💞🍃💞

માળી રોજ છોડને પાણી 
   આપે  છે, 
પરંતુ ...ફળો માત્ર     
         સીઝનમાં આવે છે, 
   ધીરજ રાખવાનું જરૂરી છે,
       સમય તેના પરિણામ 
             જરૂર લાવે છે....

💞🍃💞કદી ગયો છું બધી હદ વિનયની ઓળંગી,

                 💕💘💕

કદી નિતાંત અનુનય બની ગયો છું હું.💞🍃💞

કુરબાન છું એ વ્યક્તિ ની હાથ ની લકીરો પર,
જેને તને માંગી નહી પણ મેળવી લીઘી"

💞🍃💞તારો સમય કે નામ છે એનું ફક્ત સમય
એને જો હું વિતાવું તો જીવન બની જશે

                  💕💘💕

જે કઈ હું મેળવીશ હંમેશા નહિ રહે,
જે કઈ તું આપશે સનાતન બની જશે.💞🍃💞


હું પણ રિસાયો, અને તું પણ 
રિસાયેલી હોઇસ તો મનાવસે કોણ ? 

આજે તિરાડ છે, 
કાલે ખાઈ થશે તો એને ભરશે કોણ ? 

હું પણ ચુપ ને તું પણ ચુપ, 
તો આ ખામોશી તોડસે કોણ ? 

દરેક નાની નાની વાતો પર ખોટું લગાવશું, 
તો આ સબંધ નિભાવશે કોણ ? 

દૂર થઇને તું પણ દુખી અને હું પણ દુઃખી, 
તો પહેલો હાથ આગળ વધારશે કોણ ? 

તું પણ રાજી નથી કે હું પણ નહિ, 
તો એક બીજાને માફ કરીને આગળ વધશે કોણ ? 

એક અહંમ મારામાં અને એક અહંમ તારામાં, 
તો આ અહંમ ને હરાવશે કોણ ? 

કોને જીવન મળ્યું છે સદા માટે,  
તો આ પળમાં એકલા રહેશે કોણ ? 

કોઈક દિવસ બેમાં થી એક ની આંખો 
હંમેશા માંટે બંધ થઇ ગઈ, 
તો પછી પસ્તાવો કરશે કોણ ?

આ બધાનો જવાબ છે માત્ર આપણે બે જ, 
ચાલ જેટલી પણ પલ મળી છે જીવી લઇએ ... 

એકબીજાની સાથે  
એકબીજાના પ્રેમમાં  
એકબીજાની યાદમાં..

કોણ કહે છે આજે મન મનમાં વેર છે, 
સંબંધોની સુવાસ ઠેર ઠેર છે .

સંબંધો તો ઈશ્વર ની દેન છે, 
બસ નિભાવવાની રીતોમાં થોડો થોડો ફેર છે.

જેની અંદર જે હશે તે એજ વંહેચશે



નફરત થી ભરેલા નફરત



 અને પ્રેમથી ભરેલા પ્રેમ..)

                 💕💘💕

સમય આવે ત્યારે કરાવી દઇશું અસ્તિત્વ ના દર્શન , ઘણા ""ખાબોચિયા" ખુદને "સમંદર" સમજી ને બેઠા છે.


No comments:

Post a Comment