Wednesday, 20 December 2017

આ આંખોને હવે તને જોયા વગર નથી ગમતું ,

તું જ કે,તારાયે દિલમાં મારુ નામ નથી રમતું ??? 

પ્રેમથી વરસતી એક પ્યારી વાદળી તુ......આ વરસાદી મોસમની સાચી સાદગી તુ.....ભીંજાવું કોણે નથી ગમતું આ વરસાદમાં......!એ ભીંજાવાની એક મીઠી ફૂલની પાંદડી તું.... 

બાગમાં મઘમઘતા વાસંતી ફૂલને, તરસતી તારા જોબનને આ રાત..
હાથમાં તારી મહેંદીની ફોરમને, મહેકતી આ રાતરાણીની જાત.

તારી અણીયારી આંખડીના ઈજને મનમાં રોપાતા શમણા,
તારા મનમોહક રૂપમાં હૈયું હિલોળે ચડેને રાસમાં રચાતી ભાત.

નાગણસો લહેરાતો ચોટલો કે તારા ખૂલ્લા લહેરાતા કેશ,
અંબોડે સોહતી વેણી ને ભાલના સૂરજપર મોહી હૈયે થતો ઘાત,

છેલછબીલી, અલ્લડ, લજામણી, અલબેલી, યૌવના સખી તું ન્યારી,
તારા રૂપરંગ તારી અદાપર વાલી થયો હું ઓળઘોળ એજતો વાત.

મદભર્યા રસીલા તારા આ ચીરયૌવનનો દિવાનો બન્યો,
કાજલ તારા પ્રણયે ભાન ભૂલ્યો ભવસાગરે અટવાયો જન્મો એ સાત.

 અમાસમાં ચાંદ થઈને આવ તું, મારે તારો દીદાર કરવો છે,રહેજે તારાઓની વચ્ચે, ફરી પ્રેમનો ઇજહાર કરવો છે...

મારા દિલના દરેક ખૂણામાં તું વસ્યા કરે,બની મારા હોઠોની લાલી તું હસ્યા કરે,હું તારામાં વ્યસ્ત છું ,તું મારામાં મસ્ત છે ,બની જા મીઠી શાહી તું મારી કલમે તને લખ્યા કરે. 

તારી જગ્યા કોઈ લઈ નહીં શકે,

અને મારે એ જગ્યા કોઈને આપવી પણ નથી.. 

આમ જો કહેવા હું બેસું તો
યુગો વીતી જશે;

આમ જો તું સાંભળે તો 

એક ક્ષણની વાત છે...

તું પણ દોસ્ત ગજબનો શાયર છે,,

નક્કી દોસ્ત તું પણ કોઇના પ્રેમમાં ઘાયલ છે.

નશામાં લે, ગુલફામ જેવું  કશું છે,
સુરાલય માં આરામ જેવું કશું છે.   

બનાવટ  કરી લે ,તું કાનો બનીને,
હદયમાં હજી રામ જેવું કશું છે..

મળે લાગણીઓ અહીં વેચવા તો,
પ્રણયમાં ય બદનામ જેવું કશું છે..

સિકંદર બની જા, તું શબ્દો છળીને,
ગઝલ માં પણ તો, નામ જેવું કશું  છે...

બધા કસ લગાવે, પ્રણયની ચલમનો,

નિભાવી લે તો જામ જેવું  કશું છે...

તારા હર એક શબ્દ મારી રુહ ને અડીને નિકળે છે...

તુ પત્થર ને અડે તો પણ વાંસળીનો સ્વર નીકળે છે....!!

No comments:

Post a Comment