Monday, 18 December 2017

પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે 
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે 
પ્રેમ પૂરો થયો કે અધુરો રહયો વાત એ નથી 
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે…........

એ રીતથી છવાઈ ગયા છે ખયાલમાં, 
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, 
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલનાં શેર, 
વાંચીને એ રહે છે બીજાનાં ખયાલમાં.
એ 'ના' કહીને સહેજમાં છૂટી ગયા 'મરીઝ',

કરવી ન જોઈતી'તી ઉતાવળ સવાલમાં.

હું મારી હદમાં છું,

અને તું મારામાં બેહદ છે !!

શું નસીબ લખ્યું છે ઉપરવાળાએ મારું,
પાત્ર જોકરનું ને ઈચ્છા રાણીનો બાદશાહ બનવાની !!

થોડી સમજ આ દિલને આપતા જાઓ તો બહુ સારું,

સમય આપો છો એ સારું છે પણ મળીને જાવ તો બહુ સારું !!

તમારી ખામોશી માં રહેલી
તમારી સંવેદના વાંચી લે...
#એટલે_પ્રેમ


💞🍃💞મન ગમતા નામ ને ઉમર ના હોય,

                      💕💘💕


એ તો ગમે ત્યારે હાથ પર લખાય....💞🍃💞

શું ફરક પડે પ્રેમ તો પ્રેમ છે ને

તારી સાથે કરું કે તારી યાદો સાથે

દેશ ને મત આપી દીધો છે...
હવે આપણાં પ્રેમ નો મત બાકી છે...

યાદ તો હું પણ તમને આવીશ :;
કે કોઇક હતું જ્યારે કોઇ ન હતું ||💖

💞🍃💞સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં
નહીં !

                   💕💘💕

મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં

નહીં !💞🍃💞


No comments:

Post a Comment