Wednesday, 13 December 2017

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
 જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

તું મસ્તીલો પવન, પુષ્પ હું
                 ખૂણે નહીં ખીલેલું ;
 તું આવે તો સકળ ધરી દઉં
                 તને સુવાસ ભરેલું !

 તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે.
 ઊઘડતા આકાશનો ઉજાસ છે:
                                          તું મૈત્રી છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે
 કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે
 તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.

તું બુદ્ધુનું સ્મિત છે, તું મીરાનું ગીત છે
 તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે..!!

હું થાકું ત્યારે તારી પાસે આવું છું,
 હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,
 હું તને ચાહું છું :
તું મૈત્રી છે.

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
 જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને..!!

માણસની સૌથી  મોટી 
તકલીફ એ છે કે એને 

'તરત' 
'સરસ' અને 
'મફત'

 બધું 
એકજ સાથે 
જોઈતું હોય છે...

       💕💘💕

💞🍃💞આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે

                   💕💘💕

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.💞🍃💞

- આદિલ મન્સુરી


No comments:

Post a Comment