Wednesday, 13 December 2017

એની યાદો રોજ ધક્કા 
ખાય છે મારા દિલમાં રહેવા,❤

જેમ મોજા રોજ આવે છે 
કિનારાના કાનમાં કંઇક કહેવા...

જામી છે મેહિફલ,
મને પણ કાંઇક કેહવા દો,
નશો ચડ્યો છે શબ્દોનો, 
બેભાન રેહવા દો,
ખુલી આંખે તો જુઠનુ સગપણ છે,
નશામાં જ કહી નાખું દાસ્તાન,
આંસુઓને વેહવા દો...❤

એક સમય હતો જ્યારે મારું બોલવાનું બંધ જ નહોતું થતું,
અત્યારે તારા ગયા પછી કોઈ સાથે બોલવાનું મન જ નથી થતું..!!

પહેલીવાર મારા સપનામાં કાલે તું આવી,
હવે સમજ્યો મને આટલી સરસ ઉંઘ કેમ આવી..!!

દિલ ના ધબકારા પૂછતાં રહ્યા અમને કે કોના માટે ધડકવું અમારે..??
મેં કીધું નામ તો નઈ લેવાઈ કેમ કે,
પ્રેમ સફળ ઓછો ને અસફળ વધારે થાય છે...

એક તો લાગણી સાથે રમી ગયા રમત.
તોય ફરી કહે સાથે મારી થા સહમત.!

💞🍃💞ધરાનો રંગ લાલ થયો
નભનો રંગ કાળો થયો
વાહ માણસ તુ યે કેવો
જાનવરને સારા કહેવડાવે
એવો તુ પશુ થયો💞🍃💞

                   💕💘💕

અખંડ એક દર્પણ હતો, ટુટી ને વેરાયો છું,

વસતો એક ચહેરો વ્હાલો હતો, તે જ દર્પણને ખુણે હું ઘવાયો છું....

💞🍃💞જીવનમાં સુખી થવા માટે બે સુંદર રસ્તાઓ છે.

                  💕💘💕

તમારી લાગણીઓ દર્શાવવા માટે કદી પણ આંસુની મદદ લેશો નહિં.
અને તમારો ગુસ્સો બતાવવા માટે કદી પણ શબ્દોની મદદ લેશો નહિં......💞🍃💞

હે પરમકૃપાળુ પરમેશ્વર...🙏🏽

             સ્મરણ તારૂં કરતાં કરતાં 
         સવારની શરૂઆત કરાવી દેજે,
                
         તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં 
         પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
                 
           ડગ મારા મંદિર તરફ વળે 
        એવો ઇશારો મને તું કરી દેજે.
                 
         મુજ નયનમાં સુખ શાંતિ નું 
      એક જ મંદિર તું ખડુ કરી દેજે.
                 
         રીઝવી ના શકું ભલે જગને 
     મીઠી વાણીની મીલકત મને દેજે 
                 
      નથી જોઇતું મારે અણ હક્કનું 
    વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
                 
       ભટકતું મન સ્થિર થાય તારામાં 
     તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
                 
        અંત સમયે તારામાં જ રહું 
            સગપણ તું મને દેજે.

                    💕💘💕

No comments:

Post a Comment