Tuesday, 12 December 2017

કર્યા છે ફૂલ જે ભેગાં અમે, હિસાબ નથી, 
ભલે અમારી કને કોઈ ફૂલછાબ નથી.

બની શકે તો શિખામણનો હક મને આપો, 
કે જિંદગીમાં હું નિષ્ફળ છું,  કામિયાબ નથી.

બસ એક પરદો ખસેડી,  મને પીછાણ નહી, 
અનેક મારા નકાબો છે,  એક નકાબ નથી.

ગળી જા એને,  ઓ ઝાહિદ પછી મજાં મળશે, 
ફક્ત શરાબની કડવાશ કંઈ કડવાશ નથી.
બધાની સામે ન એનો કરો  પ્રચાર 'મરીઝ' , 
જીવનકિતાબ કંઈ અલ્લાહની કિતાબ નથી.

તું ન શોધ મારા શબ્દોમાં એને...
જે લાગણીથી નથી બંધાયા એ શ્યાહીથી બંધાશે???

એ વિચારી 
કાગળ કોરો મોકલ્યો..
 કે
જે લખવું છે
એ બધું ક્યાં સમાશે અહી ?
મન મારું વાંચી લે છે; તું....
"એવું"
 તે કહ્યું હતું કદી...!!!

મારી કદર
એને એકલતામાં થશે,
અત્યારે તો એમની પાસે
ઘણા લોકો છે વાતો કરવા માટે

ઓખી તુ તો અનોખી નીકળી!!

સ્વેટર પહેરુ કે રેઈનકોટ?? 🤔🤔

શિયાળા ની મોસમ મા પણ

*ધરા ને મળવા ઝંખે છે મેહુલિયો.

વાહ રે મોસમ..તે પણ માણસ પાસેથી
શીખી લીધું

ગમે ત્યારે પલટો મારવાનુ.

તને શોધતાં શોધતાં માર્ગમાં
ગઝલ જેટલા શબ્દ સામા મળે !
પડે સહેજ વરસાદનું ઝાપટું
*અને મારું મીઠાનું ઘર ઓગળે !

"આકાશ ને અડી લેવુ એ સફળતા નથી 
પરંતુ આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે"                     

!! શુભ સવાર !!

ઘાટ ઘાટ ના પાણી પી ને ઘડાઈ તો ગયો...
બસ...એક તારા પ્રેમ માં જ અટવાઈ ગયો...😀

પ્રેમ અને પિમ્પલ...
.

ગમે એટલા છુપાવીએ પણ દેખાય જ જાય...

No comments:

Post a Comment