Monday, 25 September 2017

દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,

પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી , ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી....


સહારો નહી મે સફર મા સાથ માંગ્યો છે..
રાત લાંબી છે એટલે જ મે ચાંદ માંગ્યો છે..


'સપનું' એટલે
 પગથિયાં વિનાની સીડી 
અને 'ધ્યેય' એટલે
 નિશ્ચિત કરેલા પગથિયાં.....

શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે, 
"સાહેબ..."
બાકી સમજવા વાળા તો
       કોરુ કાગળ
             અને
    મૌન પણ સમજી જાય છે..


ખોટેખોટા વ્હાલ કરતા...
સાચેસાચું વેર સારું...

ભેળસેળિયા અમૃત કરતાં...
ચોખ્ખેચોખ્ખું ઝેર સારું...!!



લોકો તને પસંદ કરે છે,
તારો સાથ મેળવવા માટે ..

હું તને પસંદ કરું છું,
તને સાથ આપવા માટે


નાનકડો સરવાળો


સંબંધ + ગણતરી = શૂન્ય...


ચી... ભલે હોય લખેલ પણ હસ્તાક્ષર !
કંકોત્રી તો ફક્ત એક કાગળ જ છે ને !!

આંખ તારી ના પાડે છે પણ આ હોઠ !
આંશુ પણ એક પાણીનું ટીપું જ છે ને !!


બિન જરૂરી હાજરી કરતા..
   ગેરહાજરી વધુ સારી...


તેઓ અમને પુછી બેઠા શબ્દોથી વિંધાવુ ગમશે??
કે આંખોથી કત્લ થવુ ગમશે??

મે હસતા હસતા કહીં દીધું કરી દો સ્પર્શ.અમને તો લજામણીની જેમ બીંડાઈ જવું ગમશે..                        


સમજણમાંથી ગણતરીઓ કાઢી નાખીએ 
એટલે ચારે તરફ આનંદ જ છે..!


દરેક સંબંધ તમને કહેશે કે 
હું તારી લગણીઓ ને સમજી શકું છું 

                 ♥

પણ એક સાચો સંબંધ કહશે કે 
હું તારી લાગણીઓ ને અનુભવું છું !


આપણી પરવાનગી વગર દુનિયા ની કોઈ તાકાત આપણ ને દુઃખી ના કરી શકે.

દુઃખ ને આપણે જ આમંત્રણ આપીને  બોલાવી એ છીએ નબળા વિચારોથી.


ઝીંદગી ની કિતાબ ના થોડા પાના ,
કોરા પણ છોડી દે એ દોસ્ત.

🙏🏽
શું ખબર કે વિધાતા ને ફુરસદ મળે ,
ને ફરી થી તારી ને મારી કિસ્મત લખી દે .



No comments:

Post a Comment