Monday, 11 September 2017

જોઈતું મલી જાય 
એ સમૃદ્ધિ છે.

પણ

એના વિના ચલાવી શકીયે 
એ તો "સામર્થ્ય" છે


ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે,
અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે,
મળી છે રાત અંધારી ને બોલી નથી શકતા,
અરે ઓ સુરજના સોદાગર વચન તો ચાંદનીનું છે...!!!


જિંદગી માં બધું જ છોડી દો તો ચાલશે પણ .........
ચહેરા પર નુ સ્મિત અને  ઉમ્મીદ કયારેય ના છોડવી....


ગેરસમજ ની એક ક્ષણ એટલી પાવરફુલ હોય છે કે તમે સાથે મળીને વિતાવેલી આનંદની સેંકડો ક્ષણ ને ભૂલાવી દે છે. 
થોડીક ખેંચ સાથે ઢીલ મુકજો સાહેબ કયારેય નહીં કપાય "સંબંધ"


ભાગ્ય અને કર્મ,
નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે.

જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,
તેમ ભૂતકાળનાં કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!


કોઈ વાર મળશે ભગવાન તૌ ચોક્ક્સ પૂછીશ....કે હ્ર્દય આપવાનું ખરેખર કારણ શુ  હતુ....


કોઈ કારણ નાં હતુ ને મળતાં હતાં,
જ્યારે કારણ થયું ને વિખુટા પડ્યા.


મિત્રતા બે હૃદયને જોડતું એવું મેઘધનુષ છે
જે આ સાત રંગોની પરસ્પર વહેંચણી કરે છે:

પ્રેમ, ઉદાસી, આનંદ, સત્ય, વિશ્વાસ, ગુપ્તતા અને આદર....!!


જીવન એક સરસ
રમત છે,
તેની હાર મા પણ
ગમ્મત છે,
અલગ તો માણસ ના
વિચારો અને મત છે,
બાકી તો સમય સાથે તો
બધા જ સહમત છે....


ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે,

બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.


દરિયો જ શાંત હોય એ પૂરતું નથી,ક્યારેક માત્ર નાવ મા પણ ઉત્પાત હોય એવુ પણ બને !!


સમજ
 એટલે ક્યારે શું 
છોડી દેવું એની આવડત.


વાદળોમાં વીજળી જેવી બળે છે જિંદગી,
દિલમાં તારું દર્દ લઇને ટળવળે છે જિંદગી.


સપનાઓ તુટવા પણ જરૂરી છે જિંદગીમાં,

ખબર તો પડે આપણામાં કેટલી ત્રેવડ છે પાછુ ઉઠવાની !!!!


માણસ જીવતો હોય એનાં   
કરતાં 

જીવંત હોય એ જ સૌથી અગત્યનું છે...!!!


પાંચ પગથિયા સબંધ ના...
જોવું... ગમવું... ચાહવું... પામવું...!
આ ચાર બહુ સહેલા પગથિયાં છે...

સૌથી અઘરું પગથિયું છે પાંચમું...
"નિભાવવું"


નિષ્ફળ પ્રણયનું કારણ પૂછો તો છે ઉભયમાં;

એ રહી ગયા શરમમાં,હું રહી ગયો વિનયમાં.


કોઈ વિવેક કરતું હોય,
શરમ કરતા આદર મોટો,
મેહુલ પ્રેમ તોયે તો થાય.


" તુ તરસ બને તો હુ તલપ થઈ જાવ.

ને ઝરણું બને તો તુજ સંગ વહી જાવ."


એક આડ વાત...
મને એ હર હાલમાં પસંદ,
એની ખામીમાં યે પ્રેમ દેખાય.


આમ તો હું દરિયો છું, મારો અંત નથીં,
પણ તુજ સમા કિનારાને સ્પર્શીને
જો મારો અંત થતો હોય,
તો હું લહેર બનવા માટે પણ તૈયાર છું.


તને લાખ મુબારક તારા રૂપની અમીરી,

અહીં તો હું ભલો અને મારી  મોજ ફકીરી...!


દિલ આપતા તો આપી દીધુ...
પાછુ લેતા જરા માપી લીધુ....

પલ ભર માટે આપયુ હતુ..
એટલી વારમાં તો તમે ચારે કોરથી કાંપી લીધુ......


તું તો  સંબંધમાં પણ ‘માપપટ્ટી’ રાખે છે,
બાકી મારે તો ‘શૂન્ય’થી પણ ‘ઓછા’ અંતરે આવવું છે...


સ્વપ્નને હું નયન લખી બેઠી
કલ્પનોને કથન લખી બેઠી

આંધી ઊઠી સ્મરણની આકાશે
વાદળોને ગગન લખી બેઠી

પાંપણે જો વધ્યા બે આંસુ તો,
આ હ્ર્દયનું વજન લખી બેઠી

ડાળ પરથી ખર્યોં ટહુકો, ને
ભૉળપણમાં સ્તવન લખી બેઠી

ચાંદ જોઇ પલક ઝૂકી મારી
હાથમાં હું સજ્ન લખી બેઠી


ગાલે ટેકો દઇ એ પત્ર વાંચતી,
પગમાં ઉલાળતી ઊર્મિઓ,
ઝાંઝર વડે છલકાવતી,
પિયુ ને સાંભરી હોઠ કરડતી,
દમયંતી ને પણ શરમાવતી.


સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે...
કારણકે...
સંપત્તિ હોય તો વીલ બને છે
અને
સંસ્કાર હોય તો ગુડવીલ બને છે

        
✍🏼: કોઈ મારૂ ખરાબ કરે એ એનું કર્મ.....                                                   
હું કોઇનું ખરાબ ના કરૂ એ મારો ધર્મ.....



No comments:

Post a Comment