Thursday, 14 September 2017

તું દરિયો છે
તો મારું નામેય ઝાકળ’ છે,
નદીની જેમ દોડીને
તને મળવા નહી આવું…!!!


કેટલાય રવિવાર અસ્ત થઇ ગયા,
તારી યાદ એક દિવસ પણ રજા પાડતી નથી.


ખૂબજ સરસ ગણિત છે દોસ્તો
વિકલ્પ વધે એટલે  કિંમત આપોઆપ 
ઘટતી જાય છે.


જયારે જયારે મારા અને એના વચ્ચે જગડો થાય છે,,,
ત્યારે ત્યારે મારા અને એના ઘરે
આજે કેમ નથી જમવુ એવી લપ થાય છે..!!⁠⁠⁠⁠


તને એકલો મુકવો ગમતું નથી,
કારણકે દિલ દુનિયા પર વિશ્વાસ મૂકતું નથી,
કરી દેશે તને કોઈ મારા થી દુર,
એટલે ક્યારેક દિલ દિમાગ સામે ઝૂકતું નથી.





નજર નજરમાં તફાવત છે જોઈ લો કેવો,
નયનને દૂર ને દિલને એ પાસ લાગે છે.


કહેતા હતાને વાતે વાતે...
ચલો પલળવા મારી સાથે..!!
તમને મારી સાથે જોઇ;
શહેર સળગશે ભર વરસાદે...!!!


હદય રકતરંજીશ થયા પછી ગઝલ ફુટી છે... 
પાપણે કરી છે પ્રતિક્ષા ધીરજ હવે ખુટી છે.!!!


મૌન એટલે સૌથી અઘરી દલીલ ,
જેનો પ્રતિકાર કરવો સૌથી કઠણ .


લાંગરે ક્યાં વહાણ કીનારા વગર ? 
 મારું પણ એવું જ થયું તારા વગર...



No comments:

Post a Comment