Wednesday, 13 September 2017

બદલો લેવા મા શું મજા આવે,
મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળા ને બદલી નાખો...!!
સંબંધ તો એવા જ સારા,
જેમાં હક પણ ન હોય, અને,
કોઈ શક પણ ન હોય.    


તને ચાહવા માં કંઇક ખોઈ બેઠા,
હતા બે-એક અશ્રુ એને રોઈ બેઠા,
કર્યું વ્હાલ થી મેશ નું તે જ ટપકું,
અમે દાગ સમજી ને ધોઈ બેઠા…


પૂછ્યું એમણે,
કે મને શું ગમે?
કહ્યું મેં,
એક નિસીમ સાગર, એક નાવ,
ને એ નાવ પર હું અને તમે.
બીજું શું ગમે?,
ઉપર એક નિ:શબ્દ રાત્રિ,
ને આભમાંથી તારલાઓ ઝમે.
બીજું શું ગમે?,
તારા ખોળામાં મારું મસ્તક
ને કેશમાં તારી આંગળીઓ રમે.
બીજું શું ગમે?
તું ને હું, બે મીણબત્તીની જ્યોત,
પ્રાર્થના એ કે તારા પહેલા મારી શમે.  


પ્રેમ એટલે...❤
તમારા પાસવર્ડ માં❤
આજ પણ એની જન્મ તારીખ...❤


યાદો  પણ  કેટલી  અજીબ  હોય છે 
   જે સમયે રડ્યા હતા તે સમય ને 
       યાદ કરીને હસવુ આવે છે 
      અને જે સમયે હસ્યા હતા
તે સમયને યાદ કરીને રડવુ આવે છે





સરળતા થી કઈ ના મળે
તો દુખી ના થશો,
મળી જાય બધું તો
પ્રયત્ન શું કરશો,
સપના બધા હકિકત નથી થતા,
થશે બધું હકિકત તો સપના શું જોશો...


સંબોધન બદલાય એટલે.. 
 કઈ સંબંધ બદલાતા નથી...
પણ ... હા .....
સંબંધ  બદલાય  ત્યારે ...
 સંબોધન અચૂક બદલાય  જાય છે


થાક હરેક વ્યક્તિને લાગે છે, 
 કોઇકને જીંદગીથી 
 તો
કોઇકને જવાબદારીઓથી. 
 ઝુકતાં નહી આવડે તો ચાલશે પણ ....
 ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.


હસી મજાકની આ પલ
                     યાદ  રાખજો 
આ નાના માણસનો  પ્રેમ 
                      યાદ  રાખજો 
મહેફિલમા કાલ હું રહું ના રહું ,
એક મસ્ત મજાનો મિત્ર હતો 
એટલું યાદ રાખજો.


એકાંત ને ઓગાળી
તેમાં
વ્યસ્ત રહું છું
માણસ છું મૂંઝાઉ છું
છતાંય
મસ્ત રહું છું.







No comments:

Post a Comment