Saturday, 23 September 2017

"હેતુ"
વિના બંધાયેલ 
સબંધ  નો
"સેતુ"
ખુબ જ મજબુત હોય છે.


મે જરા આંગળી શું ચીંધી એમની ભૂલ પર,
ત્યાં તો એમણે ચીંધી બતાવી ચોપડી ઉપકારની


ઈચ્છા ન હોવા છતાં...
હાથ છોડવો પડે છે.,

સાહેબ.......

પ્રેમ થી પણ વધારે તાકાત ..
મજબૂરી માં હોય છે.!


પ્રેમ હતો નહિ સાહેબ,
  લખી લો લખવું હોય તો
  _પ્રેમ તો આજે પણ અનહદ છે _


સો વાર પ્રયત્નો કર્યા એની આંખમાં ડૂબી મરવા
    

પણ એ આંખો ઝુકાવી લે છે મને જીવતો રાખવા માટે !!


માણસ. 
કોઈ ને ખોટું ના લાગે
એના માટે 
કેટલું ખોટું બોલે છે...


માનવી ની અંદર જે સમાઈ જાય તે "સ્વાભિમાન" 
અને
માનવી ની બહાર જે છલકાઈ જાય તે "અભિમાન" ...


હું કહુંને તું સમજે, તો એને હું શબ્દ કહીશ,
અને મારા કહ્યા વગર તું સમજી જઈશ, તો એ લાગણી.. 


મારૂ ઉદાસ રેહવુ એ મારો શોખ નથી... 

બસ સજા ભોગવી રહ્યો છું કોઈકની સાથે હસવાની...


જાણવા કરતા સમજવું એ ઘણું મહત્વનું છે, 
આપણને જાણતા તો અનેક લોકો હશે, 
પણ 
જે ખરેખર સમજતા હોય એવા ઓછા હશે..


ક્યાં જવું'તું ને એ ક્યાં સુધી ગયું!
દિલ ફરીથી એકડો ઘૂંટી ગયું! 

કોઈ આવી આંસુઓ લૂછી ગયું!
સાચવીને ઘર સુધી મૂકી ગયું!

સાંજના ઈચ્છાને અહીં રોપી હતી;
એક સપનું રાતમાં ઊગી ગયું!

એ કહીને આવજો નીકળી ગયાં!
આ હૃદય ધબકાર પણ ચૂકી ગયું!

દૂર રહેવાથી થયો આ ફાયદો?
એમનું વળગણ હતું, છૂટી ગયું!

પિંજરામાં ક્યાં સુધી રાખી શકો?
શ્વાસનું પંખી હતું, ઊડી ગયું!


Teacher's day.....
        Everyday!!!!!
Teacher નહીં... 
       પણ
Giver.......
'Zero'થી શરૂ કરી 'zero'બનવાની યાત્રા કરાવનાર teacher ને thanks.....

' irritation 'થી નહીં પણ ' innovationના ડગલાં ભરાવી 'pain 'થી ' gain' સુધીની યાત્રા કરાવનાર teacher ને thanks.....

'Lazy'માંથી  ' crazy' બનાવી જ્ઞાન વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks...  

માઇન્ડનું 'હેકિંગ'કરી ભલાઈનું વાઇરસ ઇન્સ્ટોલ કરીને ભાવ વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks....

મગજને ચાર્જ કરી આપી 'want to 'થી 'have to ' સુધીની વિચાર વિશ્વની યાત્રા કરાવનાર teacher ને thanks....

'ફ્લોપ'અને ' ફ્લિપ' નો સામનો કરી શકીએ તે માટે શોષવાયેલા નહીં પણ સોશિયલાઈઝડ મગજની યાત્રા કરાવનાર teacher ને thanks.....

'Hurt' કર્યા વગર 'heart"થી એક એજન્ટ રૂપે ખુદને ખુદાની સાથે  યાત્રા કરાવનાર teacher ને thanks....

આપણાં 'ટીચર 'બની અંદર રહેલા 'ચીટર 'ને દૂર કરી 
શબ્દથી સત્ય સુધી
પુસ્તકથી પ્રેમ સુધી
અને કલમ
થી કરુણા સુધીની યાત્રા કરાવનાર teacher ને thanks...
ગુગલમેપ રસ્તો બતાવે પણ રસ્તા પરના ડાયવર્ઝન , બમ્પ ,અને ટ્રાફિકની માહિતી આપી . અવરોધો દૂર કરી .  સાચી દિશા બતાવી


દરેક વખતે વાત ત્યા આવી અટકે છે ,

નામ તારુ આવતા જ દિલ રાહ ભટકે છે.


પ્રિય બોલવું સજ્જનતા
    દાતારી શૂર પંથ,,
 એતાઅભયાસે ના મિલે
    બિના કૃપા  ભગવંત..


જીભ જૂઠું બોલી શકે,
પણ
આંખને એ હૂનર ક્યારેય ન આવડ્યો.


મોટી હસ્તી મળે એના કરતા હસતી વ્યક્તિ મળે તો....
સમજવું કે દિવસ સુધરી ગયો છે.


એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર તમારા જેવો જ હોય,





 કારણ કે બે વ્યક્તિ કયારેય એકબીજાનો જમણો હાથ પકડીને  નથી ચાલી શકતી.



એક એવી સવાર તો બતાવો જ્યાં મેં તમને યાદ ના કર્યા હોય,
હજી કેટલી મારા પ્રેમની સાબિતી મારે આપવી પડશે...


દુનિયાભરની લાખ ડિગ્રીઓ હોય,  

પણ માબાપની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તો
 સાહેબ..,
આપણે અભણ છીએ.


તું અને હું જોડે નથી ,
પણ બસ એકજ વખત કહી દે ના
હું આજે પણ પ્રેમ તો તને જ કરું છું 


ઓળખ ક્યાં હતી
તમારી અને મારી ??

આ તો કુદરતે ભલામણ કરી


સમય સમય ની વાત છે ,

આજે તમે બદલાયા છો
  કાલ સમય બદલાશે 


આજ અગર મેરા 💔 દીલ તુટા હૈ ...તો કલ તુમકો હૈરત ભી હોગી,

પરસો ભલેહી ગાવ મે મેલા હો...પર મેલેમે  તેરી કયામત ભી હોગી...!!


મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે,

મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે તોય ઘણું છે.


❛ઝીંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ,

કેમ કે બહુ સાચવી ને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી.❜


એકાદ ગુલાબ પોત પોતાની ઘરવાળી ને પણ આપી દેજો શીક્ષક દિન નીમીત્તે ....

જેટલા લેક્ચર એણે આપ્યા હશે એટલા તો કોઈ એ નહિ આપ્યા હોય ...


ઉદાસ છું પણ તારાથી નારાજ નથી, તારા દિલમાં છું પણ તારી પાસે નથી,
એમ તો બધું જ છે મારી પાસે'', પરંતુ તારી જેવું 'ખાસ' કોઈ નથી.


માણસ. 
કોઈ ને ખોટું ના લાગે
એના માટે 
કેટલું ખોટું બોલે છે.


હસતી હોઉં ત્યારે ,
તું હોય તો ,મારી ખુશી મલ્ટિપ્લાય થાય છે ....
રડતી હોઉં ત્યારે ..
તું જો હોય તો આંસુનો ભાર હળવો થાય છે !!


છે ફર્ક થોડો પ્રભુ
           તુજમાં અને મુજમાં ,
તું તનથી પત્થર
            અને હું મનથી..


મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગ્યા પુરાઈ ગઈ.


તું મારા માં અનહદ અને હું તારા માં બેહદ...
બસ એ જ આપણા પ્રેમ ની સરહદ.....


રોજ ઈચ્છાનો સ્વયંવર થાય છે,
રોજ મનની માછલી વીંધાય છે...


અભિમાન ના કરો તમારા ભણતર,પૈસા અને રૂપ નું સાહેબ
મોર ને તેના પિછાનો બોજ જ ઉચે ઉડવા દેતો નથી....


તેઓ અમને પુછી બેઠા શબ્દોથી વિંધાવુ ગમશે કે આંખોથી કત્લ થવુ ગમશે..
મે હસતા હસતા કીધું કરી દો સ્પર્શ
અમને તો લજામણીની જેમ બીંડાઈ જવું ગમશે.








No comments:

Post a Comment