Monday, 18 September 2017

થાક હરેક વ્યક્તિને લાગે છે, 
 કોઇકને જીંદગીથી 
 તો
કોઇકને જવાબદારીઓથી. 
 ઝુકતાં નહી આવડે તો ચાલશે પણ ....
 ઝઝુમ્યાં વગર તો છુટકોજ નથી.


અમે યાદ ના કરીએ તો તમે કરી લેજો,
સંબંધ સાચવવા માં હરીફાઇ સારી નથી.


ક્યારેક અમારાથી ભુલ થઈ જાય તો 
અમને ભૂલી ન જતા 
નારાજ જરુર થજો પરંતુ એટલા નારાજ નહી કે 
અમે એકલા થઈ જઈએ...


"ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી...
પણ સવાર પડે એટલે ગમતા લોકોની  
યાદ તો આવી જ જાય છે..."


"ગાંડો" કહી ને પણ જાપ તો
"વિકાસ" ના જ  જપવા પડે
એવી હાલત કરી દીધી છે,
દિશાવિહીન વિરોધીઓ ની!!!





આખા જીવનનો ટૂંકમાં આવો હિસાબ છે, 
આઘાત રોકડા અને ઉત્સવ ઉધાર છે...


જીવવું કેવી મુસીબત હોય છે,
શ્વાસને ક્યાં સ્હેજ ફુરસદ હોય છે ?


હ્રદય ના દરવાજા સુધી આમંત્રણ છે તમને…
હા, પણ ખાલી ડોકીયું કરીને જતા ન રહેતા…


સમય જ્યારે નાચ નચાવે છે,
ત્યારે દરેક સગા-સબંધી કોરીઓગ્રાફર બની જાય છે..!!


એકે "છોડવાનું" તો 
બીજાએ "સ્વીકારી" લેવાનું,
એનું નામ "પ્રેમ" !!









No comments:

Post a Comment