Tuesday, 19 September 2017

સમય પણ અજીબ છે 

કોઈ નો કપાતો નથી 
કોઈ પાસે હોતો નથી.

કહ્યું કોણે કે તારી પરવા કરું છું?
હું બસ તારા સુખની તમન્ના કરું છું
તને હું સ્મરું છું ને ભૂલ્યા કરું છુ 
હું જીવતરના બે છેડા સરખા કરું છુ


અરે સાંભળ પાસે આવે તો વાત કહું એક કામ ની ,
મારુ મન હવે માળા જપે છે તારા નામ ની..


યાદ તારી મારા જીવનની સરગમ છે
દિવસોમાં નહિ તું ક્ષણેક્ષણમાં તું હરદમ છે
ક્યાંક વસે તું અંતરના કોઇ ખુણે
ક્યાંક શબ્દ બની સરે મુખવણે..


તલવાર જરૂરી નથી વાર કરવા માટે વાર તો નઝર પણ કરી લે છે,
ફરક માત્ર એટલોજ છે કે તલવાર ઉઠીને વાર કરે છે,
જયારે નઝર ઝુકી ને વાર કરે છે.





મળી ગયા આજે તે મને મંદિર બહાર.....

હું પ્રાર્થના કરું કે પ્રેમ.....?


ન રાખ આશ, તું વધુ પડતી એમની હવે....
વધુ પડતી મીઠાશ કયારેક ઝેર બની જાય છે...


જે કંઈ છે તે આ બધું લાગણીઓ નું રમખાણ છે.
ક્યાંક છે એ અખૂટું ને ક્યાંક એની તાણ છે.


મારી અભણ આંખ ને ભણવા મેલી
તોય ઠોઠ ની ઠોઠ


દાદ નો આભાર કિંતુ શિકાયત છે મને 
મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી
દાદ નો આભાર કિંતુ શિકાયત છે મને 
મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી



No comments:

Post a Comment