Wednesday, 13 September 2017

*છે સાંજ નું મળવાનું  વચન આ દિલ ને,*

*સૂરજને કહો આજ જરા જલ્દી ઢળી જાય..!*



*ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,,,*

*ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…*



 પ્રેમનું અતર છાંટયાને વર્ષો વિતી ગયા પણ હજુ સુંગધ તારી, મારા શ્વાસોમાં સચવાઇ છે..!


*આંજુ મુજ નયન ને વાદળા તુજ નયને બંધાય;*

*હ્રદય ભરાય મારું ને તુજ નયનથી મેઘ વરસાય.*



રાત ની એકલતા માં હર કોઈ યાદ કરી લેશે..., દિવસ ની વ્યસ્તતા માં યાદ કરે એવી વ્યક્તિ મળે તો સાચવી લેજો 





થાપ ખાધી'તી અમે પ્રેમને કબુલવામાં,​

​ને આયખું વીતી ગયું એમને ભુલવામાં.



હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન.....

પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન...



આમજ બધી ના ચોટલા નથી કાપતો હોઈ હશે કોઈ દિલજલો...
જે લાંબા ચોટલાવાળી ના મોહ માં મરી ગયો હશે



વૃક્ષ પર પ્રેમિકાનું નામ લખવું, એના કરતા પ્રેમિકાના ઘરની સામે  એક વૃક્ષ વાવવું જોઈએ ...

રોજ પાણી પીવડાવાના બહાને જોઈ પણ લેવાય



અથડાઇ ગયા અચાનક એ રસ્તામાં,

એ ચાલ્યા ગયાને હું ખોવાયો હજી
એ રસ્તામાં.








No comments:

Post a Comment