Monday, 11 September 2017

ચાની કીટલી પર એક વૃધ્ધ દાદાએ બહુ સરસ વાત કરી આજે સવારે:
"તમે ભેગુ કરવા જીવો છો..
ને અમે 
ભેગુ રહેવા જીવતા હતા..!!"


થોડીક ખેંચ સાથે ઢીલ મુકજો

 ક્યારેય નહીં કપાય

         "સંબંધ"


અહંકાર વ્યકિત પાસે ...
            જીદ કરાવે છે...
પ્રેમ વ્યકિત પાસે 
            જતુ કરાવે છે...


સાસુએ નવી વહુને ઘરની વ્યવસ્થા સમજાવતા કહ્યું કે, "જો હું આ ઘરની ગૃહમંત્રી છું, પરંતુ સાથે સાથે નાણાં ખાતું પણ સંભાળુ છું. તારા સસરા ઘરના વિદેશ મંત્રી છે. મારો દિકરો અને તારો પતિ શ્રમ અને રોજગાર મંત્રી છે. મારી દિકરી અને તારી નણંદ યોજના મંત્રી છે. હવે તુજ કહે કે તને ક્યો વિભાગ લેવો ગમશે ?"

વહુએ હસતા હસતા જવાબ આપ્યો, "હુ તો વિપક્ષમાં બેસીસ અને તમારી સરકાર ચાલવા નહીં દઉ."


લોકો કહે છે કે ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે, સાહેબ ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી ખર્ચાઇ જાય છે. .


હાથમાં પાનાંઓ નથી તો શુ થયું ...
જુગાર તો લોકોનાં મગજમાં રમાતો હોય છે....```


માણસ ઉંમરલાયક તો થાય છે... પણ.......
ઘણા ઓછા લોકો ઉંમર ને લાયક થાય છે....


આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.


બંધ પાપણોમાં વસે છે તું... ખુલ્લી આંખોમાં હસે છે તું...
વધુ તો શું કહુ... મારા હદય માં ધબકે છે તું"..


#દાનવગરનુંઅન્ન_નકામું,
#આરોગ્યવગરનુંતન_નકામું,
#ચિંતનવગરનુંમન_નકામું,

No comments:

Post a Comment