Wednesday, 20 September 2017

થોડીક યાદ છે,
થોડીક ફરિયાદ છે પણ,
તારી સાથે પ્રેમ મને આજે પણ છે.


મારી લાગણીઓની તને ક્યાં જાણ છે, 
તારા હ્રદયમાં ધબકે છે એ મારા પ્રાણ છે !!


ભુલો તો ઘણી હતી મારી જોડણીઓ માં,
પણ લાગણીઓ તો ચોખ્ખી હતી ને એમા....


કાશ... 
શમી જાય  બધી પીડા અળગા થવાની... 
જ્યારે કોઇ આવી ને કહે
એ શ્વાસે શ્વાસે તને યાદ કરે છે....


મે મૌન જાળવ્યું,એના ગુસ્સા સામે,
આથી વઘુ ખુલાસો લાગણીનો શું હોય ?

No comments:

Post a Comment