Wednesday, 13 September 2017

પામી શકયુ છે કોણ દિલ ની ચાલ ને,
પકડી ન શકાય હાથેથી આ એવી નસ છે...!!


અંદર તો એવું અજવાળું અજવાળું
ટળવળતી હોય આંખ જેને જોવાને..એ મીંચેલી આંખે ભાળું...


અમુક લોકો ખરેખર હેન્ડીકેપ હોય છે
જે સારુ વાંચી ને પણ 
બિચારા વાહ નથી કહી શકતા.


પ્રેમ શબ્દ જ અધરો છે પુરો બોલતા પેલા જ એક હોઠ બીજા હોઠ ને બે વાર ચૂમી લે છે


શોધી રહી છુ કોઇક ખુશી,
પણ તારા વગર મળતી નથી...


ભ્રમ નથી પણ વાસ્તવિકતા  થી કાંઈક અલગ છે..
મૃગજળ સમાન નથી છતાંય તરસ એની જ છે..


"અધુરા છે આજે પણ એ સવાલના જવાબ
જેમાં રોજ ફરી ક્યારે મળીશુંની ચિંતા હતી..!"


થોડીક યાદ છે,
થોડીક ફરિયાદ છે પણ,
તારી સાથે પ્રેમ મને આજે પણ છે.


કમાલ છે ને, શ્વાસ મારો પ્રેમ મારો, જિંદગી મારી, પણ આ બધાના અસ્તિત્વ માટે જરૂરત તારી...


પહેલી વાર મળ્યાં એ મુલાકાત યાદ છે...
મોડું થતું હતું તોપણ તે પકડી રાખેલો હાથ યાદ છે...





No comments:

Post a Comment