Thursday, 28 September 2017

યાદ
એટલે સાથે ન હોવા છતા સાથે રહેવું


જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો 
   આંસુ થી આંખ ભીની ના કરવી કારણ કે 
          જો આંખ ચોખ્ખી હશે તો જ 
       આવનારી બીજી તક જોઈ શકાશે


ચારે બાજુથી થતા હોય વાર પર વાર,
તોય સાથે ઉભો રહે એનું નામ પરિવાર.


જેને સન્માન માં રસ છે તેને સમાજ માં રસ નથી
અને જેને સમાજ માં રસ છે તેને સન્માન  માં રસ નથી
કડવુ છે...પણ સત્ય છે....


ખરાબ સમય સૌથી મોટો જાદુગર છે સાહેબ
એક ઝાટકે જ બધા ચાહવા વાળા ના ચહેરા બેનકાબ કરી દે છે..


માણસ જો ધારે તો છેલ્લા શ્વાસ સુધી લડી શકે છે,
પરંતુ ક્યારેક સંજોગો એવા ઉભા થઇ જાય છે કે એને હથિયાર હેઠા મૂકી દેવા પડે છે, 
કારણ એ હાર માની લે છે એવું નથી, 
કેટલાક સંબંધો એ માણસ ને મનોમન તોડી નાખે છે...


પ્રીત કરી બંધાણી હુ જનમ જનમ એમનાથી 
પછી..
ક્યાં જરુર છે કંકોત્રી.. કે કંકુ નાં રીવાજ ની 


શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા,
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા.


ગઝલ એ ઘણી મારી વાંચી ગઈ છે , 
એનો અર્થ કે આગ લાગી ગઈ છે .
નગરચોક, રસ્તા, ગલીઓ , બજારો ;
મહેંકી રહ્યાં સૌ એ જ્યાંથી ગઈ છે. 
હસવું કે રડવું ન સમજણ પડે કંઈ, 
'હું આવું છું' બોલી એ ચાલી ગઈ છે. 
હવે આ ઉદાસીને લઇ જાવ અહિથી , 
આ ઘરમાં રહીને એ થાકી ગઈ છે. 
'પવન'થી દીવાને બચાવ્યો પરંતુ,
હથેળી ઘણી વાર દાઝી ગઈ છે. 
               -- ભરત ભટ્ટ 'પવન'


મન માં પવિત્રતા
                અને
     પાયા માં નીતિ હશે તો...
જીવન માં પરિક્ષા આવી શકે
                પરંતુ
*PROBLEM તો નહીં જ આવે..


She : પાછો પહેલા જેવો થઈ જા ને !
He : બીજી વાર દિલ તોડવાની કોઈ ઈચ્છા નથી.


કોઈના જીવન ની અંધારી રાતો ને 
અજવાળવી એ પણ એક નવરાત્રી જ છે 


*જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે....
*પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે....


હર કોઈની છે
અહિંયાં એક સરખી કહાણી, 
હરેકને ઓછી પડે છે. 
પ્રભુએ કરેલ લહાણી !


અંકો ની વ્યાખ્યા 
પણ કેવી વિચિત્ર કહેવાય
જ્યારે કમાવા જાવ 
ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય
અને સ્પર્ધા માં હોવ 
ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય


પ્રેમના ચક્કરમાં નઇ પડું એવું માનવાવાળો માત્ર ઝાઝરના ઝણકારથી ઘાયલ થઈ બેઠો છે...!!⁠⁠⁠⁠


શબ્દો પણ મૌન થઈ જાય....
જ્યારે
સાચુ ખબર હોય ને ખોટુ ધ્યાન થી સાંભળતા હોઈએ ...


પ્રેમ એટલે...
તારા બંધ હોઠે
મારા કાનમાં થતું મીઠું ગુંજન
ને મારી બંધ આંખો માં
રમતું તારું આલિંગન..


એમણે કહ્યું, મારા નામે શાયરી લખી બદનામ થઇશ તું,
પાપણ ઝુકાવી કહી દીધુ, મનુષ્ય યોનિમાં છેલ્લું જીવન હશે તો પણ તારા માટે વેડફીશ હું..!!⁠⁠⁠⁠


પ્રેમ એટલે......
કોઈની પાંપણની સરહદ તોડી...
છુપાતા પગલે આંખોનાં શહેરમાપ્રવેશી
હ્રદય નામની રાજધાનીમાં કબ્જો કરવો.!!


તું ગમે એટલા લટકા કરી શહેર ની છોરી
હું તો ફિદા છું દેશી ઠુમકા વાલી મારી ગામડાની ગોરી પર
#Navratri2017


વાંચવા નું મન તો ઘણું હતું...
તારા હૃદયમાં મારા માટે "લખેલું " ન હતું...


પ્રેમ તો એક જુગાર ની રમત
          છે મારા સાહેબ ,
   જેની લાગણી ઓ સાચી
   એની હાર પાકી‪







No comments:

Post a Comment