Friday, 22 September 2017

એવી કરી છે પ્રીત તને નહીં સમજ પડે
છે હારમાંય જીત તને નહીં સમજ પડે.

ઠંડક મળે-સુગંધ મળે-તાજગી મળે,
કોને કહે છે સ્મિત તને નહીં સમજ પડે.


ખુદા તારા બંધારણ માંથી
ક્યારેક "જમાનત" મળવી જોઈએ.... 

પ્રેમ માં પડેલા ગરીબ ને પણ 
"અનામત" મળવી જોઈએ.... .


દિવા નું પોતાનું  કોઈ ઘર નથી હોતું ,
જ્યાં રાખો ત્યાં અજવાળું કરે


પ્રેમ કરતા આવડવો જોઈએ...
સાહેબ ...
થઈ તો બધા ને જાય છે...!


સન્માન 
હમેશાં સમય 
અને સ્થિતિનું હોય છે, 
પરંતુ માણસ પોતે 
પોતાનુ સમજી લે છે.



પ્રેમ નીભાવતા આવડવો જોઈએ...
સાહેબ ...
થઈ તો કાળા કૂતરા ને પણ જાય


શોધી જ લે છે,
બધાનું સરનામું,

નસીબને ખબર જ હોય છે, 
કોણ ક્યાં સંતાણું...!!!


ના કોઈ કોઈક ના થી દૂર હોય છે,
ના કોઈ કોઈક ની નજીક હોય છે,
જિંદગી પોતે જ નજીક લાવી દે છે,
જયારે કોઈ કોઈક ના નસીબમાં હોય છે


અને પછી મેં કહ્યું

બહુ બધી અપેક્ષાઓ છે મને તારાથી

સાથ તો નસીબમાં જ નથી એ મેં માની લીધું

પણ સમય તો તું આપી શકે ને


ઘણા ની જીદ થાય છે પુરી તો 
ઘણા ની છે જરૂરત અધૂરી.....

કોઈકની જીંદગીમાં સુવાસ પણ નથી ને 
કોઈકની આખી જીંદગી કસ્તુરી.....!!


મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે,
હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે 


કોઈની વાતોના અમે દીવાના બની ગયા,

કોઈના પ્રેમના આંસૂથી અમે ભીંજાઈ ગયા,

એમને કદર ક્યાં છે અમારી?

અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા...


અમુક મિત્રો કેલેન્ડર જેવા થઈ ગયા છે,

માત્ર તહેવારે જ મેસેજ આવે છે.!


માણસ મુસીબતોથી ક્યારેય નથી હારતો...
મુસીબતો માં જ્યારે પોતાના લોકો સાથ છોડી દે છે ત્યારે એ હારી જાય છે.


"સ્મિત" અને "સ્મરણ" ની ક્યાં કોઈ ભાષા છે?

એ તો ઉરમાં ઉભરાતી ઊર્મિઓની પરિભાષા
છે..!!


જીદ પ્રેમ માં જ હોય..
સમાધાન તો લગ્ન માં હોય... :)


પ્રેમ માં તે વડી કેવી શ્રધ્ધા હોય...
એ પણ ખાલી મને જ ચાહે છે...
બસ આવિ જ અંધશ્રધ્ધા હોય.


આવા પ્રણયનો અંત આવે તો આવે કંઇ રીતે 
નથી પોતે વિસરતા કે વિસરવા પણ નથી દેતા


સાથીયા પુરાવો દ્વારે,
    દીવડા પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે,
     પધારશે માં પાવાવાળી..!!


હદથી વધારે મેહનત એટલે કરું છું સાહેબ,
ક્યાંક વળી આ બૂઠું નસીબ પાછું ધારદાર થઈ જાય.


હર કોઈ ઉજવશે આ રૂપેરી અવસરને
આવ્યો મજાનો અવસર ગરબે ઝુમવાનો


આવ્યો રૂડો અવસર મારી "મા" નો
આવ્યો અવસર મારી જગદંબા નો


"વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો?
બનવું હોય તો  મીઠા ઝરણાં ના 'નીર' બનો, જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે."


દિલ ઈચ્છે છે મારું ઘણા નજીકથી જોવું તમને,
પણ આ નાદાન આંખો તમારા નજીક આવવાથી જ ઝૂકી જાય છે...


પ્રેમ શીખીને કરાતો હોત કાશ,
કેટલાં સૉહની-મહિવાલ થયા,
આવડતેં થાય એ પ્રેમ નહીં,
થાયને ખબર પડે એ પ્રેમ.


જરુરી નથી કે બધૂ તોડવા માટે પથ્થર જ જોઈએ
     
સુર બદલી ને બોલવા થી પણ ઘણુ બધૂ તુટી જાય છે


કેટલા ખારા ને મીઠાં વીરડા સીચ્યાં,
અમસ્તા જ અમે નભને સીવ્યા,
ઇન્દ્રધનુષી ઈચ્છાને ઉપરથી તમારો પ્રેમ,
ખૂલ્લી આંખે અમે કેટલાયે સપના સેવ્યા.


તમને જોઈને અમે સમયને ભુલી ગયા, 

 તમે સમય જોઈને અમને ભુલી ગયા ...


કોઈને આમતો વિસરી નાં જવાય,
આછું આછું પણ થોડુ યાદ કરી લેવાય.


કોઈ ની અંધકાર ભરી જીંદગી ની રાતો માં

ખુશીઓ ના પ્રકાશ ફેલાવી અજંવાળુ કરવુ એ પણ એક નવરાત્રી જ છે


કોઇ ના જીવન ની અંધારી રાતો ને અજવાળવી..

એ પણ,એક નવરાત્રી જ છે...


કોઈ ગમે તે કહે
મારી જિંદગીમા તુ એક જ છે
ને તારા જેવુ બીજુ કોઈ નથી.


ભરચક છે જિંદગીમા પળ, માણી જો તો ખ્યાલ આવશે
મિત્ર,
તારી એક જ કમી છે મારી જિંદગીમા


દરેક વખતે તુ મને સંભાળી એવુ કયા છે?
ક્યારેક મારો વારો ન આવે એવુ કયા છે?⁠⁠⁠⁠


મન થાય કે તને છોડતા પહેલા ફરી મને સમજી લવ 
ક્યાંક કચાશ તો નથી ને મારી મને જ સમજવામા...


નીચે જમીન 
ઉપર આકાશ
હુ અને તુ
સાથે
પ્રેમ
છે
મંજુર તો ભાગ
નહીતર
કરી દે
મારો ત્યાગ


તે મને બાંધ્યો તારા પ્રેમમા
એકવાર બાંધી જો સમયને!!!


હુ કોઈ સ્વીચ નથીકે ટપક ટપક થાવ
માત્ર કોશીશ કર પ્રેમથી છલોછલ થાવ.


હુ કોઈ રીમોટ નથી કે તુ ઇચ્છા પ્રમાણેના ફેરફાર કરી શકે?
મારી પાસે પણ ધબકતુ હદય છે ચાહે તો લાગણી માંગી શકે છે

મારું ગણિત બોવ કાચુ
તુ એકવાર મળવા આવેને 
હુ વિચારું
॥॥ઈ કેટ્લીવાર આવે ચલ હુ જ જઈ આવુ॥



No comments:

Post a Comment