Tuesday, 26 September 2017

વિખુટા પડી મારાથી એ ખુશ રહે છે,
મારી જેમ એ પણ જૂઠું બોલી ખુશ રહે છે.


લઇ કદી સરનામું મંદિરનું 
હવે મારે ભટકવું નથી,
જાણીલો, પ્રસાદ સિવાય 
ત્યાં કઈ જ મળતું નથી.

અમસ્તી થાય છે ભીડ પ્રભુ,
તારા નામથી આ કતારમાં,
થાય કસોટી દરરોજ તારી,
એ પગથીયું કદી ચઢવું નથી.

હશે મન સાફ, તો 
અંતરમાં બિરાજે છે તું આપોઆપ,
દીધું છે ને દેશે જ,
ભલામણ જેવું કંઈજ કરવું નથી.

હજી માણસ જ સમજ્યો છે ક્યાં માણસની ભાષા?
તારામાં લીન થાઉં, એથી વિશેષ માણસ બનવું નથી ! 


લાગણી બહુ મૂલ્ય વસ્તુ છે
સાચી લાગણી વેડફવી એટલે
એક આખી વ્યક્તિ ને વેડફવી
_એક આખા સંબંધ ને વેડફવો _‪


ખબર  પૂછવાનો જમાનો ગયો.....🤔
માણસ ઓનલાઇન😇 દેખાય એટલે સમજી લેવું કે બધું બરોબર છે....
ઈશ્વર સૌને ઓનલાઇન રાખે...


જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો ,
કોઈને દુઃખી કરી
તમે તમારા સપના ક્યારે પુરા નહિ કરી શકો


એજ મજબૂરી રહી છે મારી દોસ્ત !
માથાડૂબ પાણીમાંથી તો નીકળી
જાઉં છું,
પણ પાંપણડૂબ પાણીમાં સાલું ડૂબી
જવાય છે.!!


તુટક તુટક વેચાયો શું
સંબંધો ની બજારમાં સસ્તા ભાવે ખર્ચાયો છું,,!


પ્રેમીઓ વિશે વાતો કરવી બહુ સહેલું છે, 
પણ ક્યારેક પ્રેમમાં પડો તો ખબર પડે...*


બધા જ છોડી રહ્યા છે પોતાના બનાવીને...
 એ જિંદગી એકવખત તું પણ આજમાવી જો ...


પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.


ફક્ત  નામ  નહીં  પણ  માન  સાથે  કોઈની  જીંદગીમાં  આપણું  મહત્વ  હોવું....
એજ  સંબંધ  બાકી  બધું  FORMALITY....


પાંચ પગથિયા સબંધ ના...
જોવું... ગમવું... ચાહવું... પામવું...!
આ ચાર બહુ સહેલા પગથિયાં છે...
સૌથી અઘરું પગથિયું છે પાંચમું...
"નિભાવવું" 


ઘણાં પુણ્ય એવા પણ  કરવાં જોઈએ કે, 
જેની ભગવાન સિવાય કોઈને ખબર ના હોય


વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત 
પંખીડા🐥 કરે સોર ને 
             સુરજ🌞 વેરે પ્રકાશ 

ખુશીઓ થી ભરેલો 
                  દિવસ વીતે આપનો 
એટલે જ કહું છું .... 


જમાનો  ભલે  ખરાબ  છે  પણ
મિત્રો મારા  Best  👌  છે...
ચમકે  નહી   ઍટલું  જ ; બાકી
તો બધા  જ   Star  🌟  છે....!
અંજામ ની ખબર તો સાહેબ ...
કર્ણ ને પણ હતી ... 
પણ વાત મિત્રત્તા નિભાવવા ની હતી....
જીદંગી મા સુખી થવુ હોય તો ....
મિત્રો સાચવતા શીખો, વાપરતા નહી....!!!⁠⁠⁠⁠


ખોવાયા અમે એવા પ્રેમમાં....
બસ એકબીજાને ના મળ્યા !!!


રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી,
અર્થ એ ભીંનાશનો સમજાવશે મારા વગર પણ...


હ્રદયમા કેદ રાખી હતી તે વાત જાહેરમાં આવી ગઈ,
તારા પર લખેલી શાયરી આજ અખબારમાં આવી ગઈ..


સાંજનો વિસામો તો 
ત્યાંજ ગમે,
જ્યા રાહ જોતું કોઈ 
આપણું મળે..


કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡,જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡


અંદરથી જાગો ત્યારે જ સાચી સવાર થાય છે..!
બાકી તો રોજ રાત પછી એક સવાર થાય છે...


મરી જાય છે કેટલાક અહીં કાગળ ના પત્તા માટે
તો કેમ કરી હું જીવુ ઝાંકળ ના પત્તા સાથે


જીવિત રહેવાના કારણ માત્ર ચાર....
હું ......
મારા સવાલ ....
તું .....
અને તારી યાદ.!!.


આજ વર્ષો બાદ એ પાનું મળ્યું
મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.
જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.
એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.


ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..
એવી આપણી  સમજ છે... 
પણ હકીકતમા... 
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે...


વાણીમાં અજબ શક્તિ હોય છે,
કડવું બોલનારનું મધ વેચાતું નથી ને
મીઠું બોલનારના મરચાં વેચાઈ જાય છે !!!


લગ્ન સંસાર એમનેમ નથી ટકતો
સાહેબ
કાગડી નેય કોયલ માની બકુ બકુ કહી નમવું પડે છે


ઉકળતા શબ્દો પણ 
શાંત હોય છે પુસ્તકોમા,
અશાંત છું હુ પણ, 
જીવનની આ એકાંત પળોમા..!


છલોછલ આંખના અશ્રુ લુછી આપો
નહીં જાજી જરા અમથી ખુશી આપો ,


જીંદગી....
જો સમજ મા ના આવી તો
મેળા મા એકલો.
અને 
જો સમજ મા આવી ગઈ તો
એકલા મા જ મેળો...!!!






No comments:

Post a Comment