Friday, 22 September 2017

પ્રભુ તું ખાલી મારો હાથ પકડ,
સમય એની મેળે સારો થઈ જશે.......


એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં
હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં
એક વેળા ઈશ્વરે પૂછયું તને શું જોઈએ?
માગવામાં છેતરાયો, કોઈને....


ગમવા છતા …

તું ‘વાહ’ ના બોલી શકે,

એવી અધૂરી દાદથી વાકેફ છું.


જેની નઝર માં હું સારો નથી …
I think તેમણે
નેત્રદાન કારી દેવું જોઈએ....


જો  કોઈ  પૂછે  કે  ઝીંદગી  માં  શું  મળ્યું  ને  શું  ગુમાવ્યું ?
તો  બિન્દાસ  થી  કહેજો  કે  જે  ગુમાવ્યું  તે  મારુ  ક્યારેય હતુ જ નહીં
                    અને 
 જે  મળ્યું  છે  તે  ભગવાન  ની  મહેરબાની  છે..


હોંઠ પર તાળાં હોય તો ચાલશે પણ 
આંખમાં તોફાન હોવું જોઈએ...


મધ ગમે તેટલુ મીઠું હોય ,..
મધમાખી ને સાચવવા કોઈ તૈયાર નહિં થાય....

કારણ ....
ડંખ મારવાની ટેવ...!!!

''સ્વભાવ'' ગમે તેટલો સારો હોય ...
પણ
'બીજા ને સંભળાવી દેવાની ટેવ હશે તો
કોઈ સાચવવા તૈયાર નહિ થાય...!!!


તારો પહેલીવાર અવાજ સાંભળી હસતો જ રહ્યો...

ત્યારથી લઈને આજ સુધી મારા કાનમાં પડઘાતો જ રહ્યો..


એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં
હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં
એક વેળા ઈશ્વરે પૂછયું તને શું જોઈએ?
માગવામાં છેતરાયો, કોઈને....


આયુષ્યમાં એકવાર,
એટલો જોર નો વરસાદ પડવો જોઈયે
કે બધો EGO
વહી જવો જોઇયે..,

આયુષ્યમાં એકવાર 
એટલો કડક તડકો જોઇયે
કે આપણા પાસે ની છાયા નો
મહત્વ સમજાય..,

આયુષ્યમાં એકવાર
પાછી સ્કુલ એવી ભરાવી જોઇયે
કે, પ્રત્યેક જણને એમના
બાળપણ
કાયમ માટે યાદ રહે

આયુષ્યમા એકવાર
એવી રીતે જીવ્વુ જોઇયે
કે આપણુ જીવન જોઈને
બાકી બધાને જીવ્વાની
મોજ સમજાય


આજનું જ્ઞાન :

ગુરૂ નું નંગ બનાવાય ...;
પણ 
નંગ ને ગુરૂ ન બનાવાય ...!


સવાર પડે ને પંખી બોલે

અનેક રાઝ યાદોના ખોલે


પ્રેમ ની બીજી તો શું વ્યાખ્યા હોય ,
બે વ્યક્તિ ,
બે હાથ ,
_ને દુનિયા થી અલગ એક *એકાંત 


કોઇક જ હોય છે જે સફળ બની જાય છે.
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે.


જ્યારે કૉઈ નથી તારી પાસે, તો બધુ છુ હૂ તારી માટે  ...

પણ બધા છે તો હૂ કઈ નથી ...


ભાન ભૂલી થાય છે કોનું આ રટણ..!

   નક્કી કોક નું તીર દિલમાં છે કઠણ..!


એમ તો અમે રીબાતા નથી,
બસ ઘા પ્રેમ હોય એ જરૂરી છે.


પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?


કહેવું છે ઘણું, 
છતાં કાંઈ કહી શકાય નહીં;
જે રીતે વિશાળ દરિયા ને, 
ખોબા માં ભરી શકાય નહીં..


આખો દરિયો ને બીજી એની આંખો,
કેટલાયે મોતીડા ને એક એનું આંસુ.


જિંદગીની ઘટનાઓનું સાથે આચમન કરીએ,

ચાલને આજ, ‘હું’ અને ‘તું’નું બહુવચન કરીએ...


ખોટું કહે છે લોકો કે પ્રેમ આંખોથી થાય છે.
દિલ તો એ જ લઈ જાય છે,
જે આંખો ઉઠાવીને જોતા પણ નથી !! 


એક માલા ની જેમ મારી આત્મા ને તમારા માં પરોવી છે.

યાદ રાખજો હો હું તૂટી જઈશ તો વિખરાઈ તમે પણ જશો..


અબોલા તો નો'તા,
સંવાદ પણ નો'તા,
સ્તબ્ધ હતી સાંજ,
પણ અમે નિશબ્દ તો નો'તા....


બહુ છાની એક વાત હવા મહી તરે,
સંબધો દરિયા મહી છીપલાં થઈ ઠરે..
શબ્દો આભ માથે તારલીયા થઈ ફરે,
યાદો ખુવાર કરી રાત સવાર થઇ ખીલે..


અરે ભાઈ , આ વિકાસ ગાંડો થયો છે ?  

ના-ના , વિકાસને જોઈ વિપક્ષ ગાંડો થયો છે 


કોઈ પ્રેમીથી તમારા, વાતોની કલા લ્યે,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.


પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.
– સુરેશ દલાલ






No comments:

Post a Comment