Monday, 18 September 2017

પ્રેમ વિશે ના પૂછો મુજને
 અનહદ કર્યો છે,
   _એટલે જ એકલી છું _


જીવન મા વિવેક રાખવો ખુબ જરુરી હોય છે....
ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ.


વેચવાની છે મફતમાં લાગણીઓ..
તેમ છતાં ભાવમાં કસે છે લોકો..!


હું કયા હતી અજાણી,,
કે મારી વાત તને ના સમજાણી!!


સબંધ માં ભરતી આવે એ સર્વેને ગમે
પણ 
આ ઓટ પીડાદાયક હોય છે..





ચાંદની રાત તારા વિના ઝળહળતી નથી,
તું છે કે મારા ઘરે કદી વળતી નથી..!!


"મનુષ્ચ સ્વભાવ જે, ડગલે ને પગલે માન માંગે છે. અહીં દરેકને પોતાની વાત “ખાસ”,પણ બીજાની વાત “ટાઇમ-પાસ” લાગે છે."


આપીશું એ જ
        પાછું  મળશે...
 એ પછી.....
          માન હોય કે દગો....


વરસ્યુ હતું એ ઝાકળ તારી વાતોનું,
આમ જ હું ભીંજાઈ ગયો.
સવારે પડ્યું પ્રથમ કિરણ સૂર્યનુ,
અને તારું નામ યાદ આવી ગયું. 


આવી માદક સાંજે
તું મને પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ…
કારણ,
મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ,
ને
અલ્પવિરામ હું મુકીશ નહિ….
~અજ્ઞાત






No comments:

Post a Comment