Monday, 18 September 2017

કયાંક ખુશી છે..
કયાંક વ્યથા છે..
અહી તો ચહેરે ચહેરે એક કથા છે..


જ્યારે મારુ દિલ રડે છે
ત્યારે શુ? 
તનેય ક્યાય ચેન પડે છે?
જ્યારે મારા આંસુ વહે છે
ત્યારે તારુ દિલ મારી વેદના કહે છે?
જાણીએ છીએ એકબીજા ના
મન ની સંવેદનાઓ
તોય કયા સંજોગ
સાથે રહે છે?
તારી મજબુરી ના મોન થી
મારુ દિલ ડરે છે.
અસમંજસ મા નથી જોવા માગતી હુ તને
જે થનાર છે એતો થઈ નેજ રહે ....
મનસ્મિત


મિલાવી શુ આવ્યો
એમની આંખ માં આંખ,
આખું શહેર કહેવા માંડ્યું
 પીવાનું ઓછું રાખ....


લાગણી એટલે શું ?
સમજો તો ભાવના છે, 
કરો તો મશ્કરી છે, 
રમો તો ખેલ છે, 
રાખો તો વિશ્વાસ છે, 
લો તો શ્વાસ છે, 
રચો તો સંસાર છે, 
નિભાવો તો જીવન છે...!!!!


હે મા આશાપુરા...
મને કયારેક એવી સવાર આપ જયારે હું તારી પાસેથી કંઇ માંગવાની જગ્યાએ,
તે મને જે આપ્યું છે તેને માણતા શીખુ!! 





સાલું આખી જિંદગી મેં એ જ વિચાર્યું કે....
"એ શું કરતા હશે"????
પણ મેં એમ ક્યારેય ના વિચાર્યું કે...
"હું શુ કરું છું"????


જેને વાંચતા આવડે તેનામાં સંસ્કાર નથી.
જેનામાં સંસ્કાર છે તેને વાંચતા નથી આવડતું.


ભલે 
ખોટે ખોટુ રાખ,
પણ મન મોટુ રાખ...


મોટી મોટી હાર ખમી પણ ,
નાની અમથી જીત નડી ગઈ....
અધકચરી સમજણમાં કરેલી,
પહેલી પહેલી પ્રીત નડી ગઈ....


દિલ થી ન રમ;
દિલ  છે નરમ !⁠⁠⁠⁠






No comments:

Post a Comment