Monday, 18 September 2017

સાચી લાગણીઓ નાં કૂલ વીણવા સહેલા નથી,
વ્હાલા
કાંટા ના જંગલ માં હૃદય ને રમાડવું પડે છે.


નસીબમાં જો સારુ લખ્યુ હશે ને વાલા..... 
તો હાથ ની આડી અવળી રેખા ઓ પન સીધી દોર થઈ જશે.......!!


એમના વગર જીવવુ એટલે .....
એક યુધ્ધ
પોતાની "વિરુધ્ધ"...


"આયુ, કર્મ, સંપત્તિ, વિદ્યા અને મરણ આ પાંચ , જીવ ગર્ભમાં રહે ત્યારે જ નિશ્ચિત થઈ જાય છે"


અહમના ઓટલે બેસીને 
લાગણીઓનુ લીંપણ ના થાય...
હાથ મિલાવવાથી દોસ્તીનો દોરો
 ના બંધાય...
એના માટે તો આંખોમાં ઉતરી 
સીધો દિલમાં ભુસકો મારવો પડે
 ને ત્યારે જે ગળે ભેટી પડે એનુ નામ દોસ્તી !





લીલેરૂં પાન ડાળેથી તુટતું રહ્યું , , , 
હંમેશા કંઈ ને કંઈ છુટતું રહ્યું . . .
જોયા અગણિત સંબંધો દુનિયામાં , , , 
દરેક સંબંધમાં કંઈક ખુટતું રહ્યું . . . 
શોધતું રહ્યું મન ખુલ્લું આસમાન , , , 
પંખી પાંજરામાં આમતેમ ઉડતું રહ્યું . . . 
ઉપાડયા અઢળક ફૂલ છોડ બગીચામાં , , ,
આવી ભ્રમર ફૂલોનો રસ ચુસતું રહ્યું . . . 
જ્યાં જોયું ત્યાં મળ્યા સ્વાર્થના ઢગલા , , , 
લાગણીઓના નામે કૈં ખુચતું રહ્યું . . . !!!


અર્ધાંગીની નું ઋણ મંજૂર,
તે આપેલું, હર
સુખ-દુખ મંજૂર
અજાણ્યો હું, મારો હાથ પકડીને
સાથે આવી,
મારા પર નો તારો આ અફર
ભરોસો મંજૂર
મધ દરિયે ડોલતી મારી
જીવન નાવને,
તે તારા સાથ રૂપી સાહિલ આપ્યો,
એ સાથ મંજૂર
પ્રેમ ને હમેશા હું પરોક્ષ ગણતો,
પ્રત્યક્ષ કરાવેલ તારો
પ્રેમ મંજૂર
આપણે ફરેલ, મંગળફેરા,
કરેલો હર એક
વાયદો મંજૂર
તારા વિના હું શૂન્ય છું,
શૂન્ય માંથી તારું કરેલ હર
સર્જન મંજૂર
જીવન ની જેમ, મૃત્યુ પણ
નક્કી જ છે,
હરદમ તારો સાથ દેવાની મારી
પ્રતિજ્ઞા મંજૂર
સબંધ આપણો અફર છે અમર છે,
હર અવતાર માં તારો જ સાથ
આપવાનું વચન મંજૂર


કહેવાય નઈ કઈ ઘડીએ આવે, સ્મરણ તમારું,
લ્યો આંખના ખૂણે થી સરક્યું, સ્મરણ તમારું.
પવનમાં પીડા છે, દર્દ અને નિરાશા પણ છે,
મારાં હાસ્યને રાખે હાંસિયામાં, સ્મરણ તમારું.
છો સંધાતા અનુસંધાને શ્વાસો શ્વાસ જિંદગીના,
સાત જન્મોની નિશાની છે આ, સ્મરણ તમારું.
ધરું ઘરને રંગરૂપ નવા,ને પહેરું પહેરવેશ નવા,
લગીરે ના લાગે જુનું બસ એક, સ્મરણ તમારું.
કઈ કેટલાંયે સમયથી ઘૂંટાય એક સ્વર ભીતરે,
સતત એક એની જ સર્જે છે તર્જ, સ્મરણ તમારું.
ફૂરસતે થવા આભારી પૂછે છે સૌ સગડ મારાં,
શું કહું ? અનંત એકાંકી અંક છે. સ્મરણ તમારું.


વેનીલા Ice -cream નુ અોશીકુ હોય
        સ્ટોબેરી Ice -cream ની પથારી
 Butter scoutch જેવી ઉંઘ હોય
         અને Chocolaty સપના આવે
હવે ઊઠી જાવ નહીતર શરદી થઇ જશે.


બધા કહે છે કે જેને હદ થી વધારે પ્રેમ કરો તે પ્રેમ ની કદર નથી કરતા,
પણ સત્ય વાત તો એ છે કે જે પ્રેમ ની કદર કરે છે તેને કોઈ પ્રેમ નથી કરતુ  .








No comments:

Post a Comment