મે મૌન જાળવ્યું,એના ગુસ્સા સામે,
આથી વઘુ ખુલાસો લાગણીનો શું હોય ?
થોડો પ્રેમ શુ પી લીધો,
જીંદગી હજુ લથડીયા ખાય છે.
*સારા સંસ્કાર કોઈ*
*"મોલ"માંથી નહી...*
*"સાહેબ..."*
*પરીવારના " માહોલ " માંથી મળે છે...*.
*જેણેે મોટા કર્યાં ને સાહેબ,*
*એની સામે મોટા ન થતા...!!!*
*સ્ટેટસ*
*તમારી બાજુમાં જીવતાં માણસને ધ્યાનથી જોઇ લેજો,*
*નહિતર એક હસતો ડિસ્પ્લે પણ કાયમ માટે ખોઇ દેશો.*
*ગેમ એવી હોય જે સુખમય જીવનનું સર્જન કરે…*
*નહિ કે કોઈના જીવનનું વિસર્જન કરે…*
*રિસાઈ ગયેલી ખામોશી કરતા....*
*બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે....*
*તમારી તકલીફ બધા લોકો આગળ*
*ના કહેશો કારણ કે બધા નાં ઘરે*
*મલમ નથી હોતો પણ મીઠું દરેક ના*
*ઘર માં અવશ્ય હોય જ છે....*
નવીનતાને ન ઠુકરાવો ;
નવીનતા પ્રાણ પોષક છે,
જુઓ કુદરત તરફથી પણ
જૂના શ્વાસો નથી મળતા.
- અબ્બાસ વાસ ''મરીઝ'
હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!
...હરીન્દ્ર દવે....
સંગાથે હોય ત્યારે અટવાતાં ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.
....હરીન્દ્ર દવે......
રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે....
- હરીન્દ્ર દવે
ચહેરો શીદ છુપાવે દિલ..
સાથે જ રહી લે દિલ..
સપના માં આવે છે રોજ
રુબરુ વાત કરી લે દિલ.
---- નૈમિષા
ફૂલ પર ઝાકળ ક્યાંથી પડ્યું હશે?
લાગે છે કોઈની યાદ માં આકાશ રડ્યું હશે,
વરસી પડ્યું કેમ અચાનક આ આભ?
કદાચ એ પણ કોઈના પ્રેમ માં તડપ્યું હશે,,,
તારી આ કેવી પ્રીત છે રાધે,
ફૂલ નથી પણ રાતરાણીની અર્ધ ખીલી કડી છે.
તું મારી નથી છતાં સૌથી પૂજનીય આપણી જોડી છે.
હું સુંદરતા લખીશ તું અરીસા માં જોઈ લેજે
અધૂરી રાહ ને અતૃપ્ત ચાહ, ભારે લાગે છે
અણકહી કથા નો પણ થાક, ભારે લાગે છે
⚘☘⚘☘
શિખર ઊંચેરાં તો , પાર થઈ ગયાં હરખભેર
ઉંબરો એક, વળોટતાં લાગ્યું આખું જીવતર
⚘☘⚘☘
ચઢતી ભરતી તો ઝીલી છે રહી અડીખમ
વળતી ઓટ, ઘસડી ગઈ છે, રેત ચપટીક
⚘☘⚘☘
ઘનઘોર રાત તો કરી પાર , ટમટમતાં તારલા સંગ
અંધારા આંખે લાવ્યાં મધ્યાહને , આ રવિ કિરણ
⚘☘⚘☘
તૂટતાં સ્વપ્ન, ડૂબતી આશ ક્યાં કરે છે દુઃખી
ચમકતી સફળતા જ તો, લોક ને કરે છે તંગ
⚘☘⚘☘
જીંદગી ટૂંકાવવા તો જરુર ઝેરની ચમચી ભર
જીંદગી જીવવા, પચાવવા પડે ઝેર જીવનભર
⚘☘⚘☘
પારકાં પ્રહાર તીક્ષ્ણ , તો ખમી ગયું આ હૈયું
અંગતના વ્યંગ જ હચમચાવી ગયાં આ હૈયું
⚘☘⚘☘
જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહી, પણ સ્વાદ જરૂર આવે.
No comments:
Post a Comment