Saturday, 23 September 2017

તરસ તારી,
અને.... ઊકળાટ મારો.....!!
ને વરસાદ આપણા બે નો......!!


વ્યથા ની લાગણી ના કદી સીમાડા નથી હોતા ,
અને દિલ પકવના કદી નીભાડા નથી હોતા ,
જો હજુય સમજ ના પડતી હોય તો નિરાશ થઇ ને કેહવું પડે છે કે ,
જ્યાં દિલ સળગે છે ત્યાં કદી ધુમાડા નથી હોતા….


બસ ખાલી હસતાં રહો...
દુનિયા  કન્ફ્યુઝ થતી રહેશે...

કે આને વળી કઈ વાત નુ સુખ છે


ભગવાને બે સરસ ગિફ્ટ આપી છે 
એક પસંદગી
બીજી છે.. તક 

પસંદગી છે સારા જીવન માટે ની અને....
તક છે જીવન ને શ્રેષ્ઠ બનાવવા માટે ની....!!!


સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ

રશીદ મીર


મોરપીંછ જોઇને આસપાસમાં...મોર જ છે એવું શા માટે માની લેવું !?!

શક્ય છે કૃષ્ણ પણ હોય !!!


એક સાંજ એવી ઢળી ગઇ....

હુ માંગતો રહ્યો દુવા અને તુ મને ફળી ગઇ...!!!


વિધ્નો તો જગત માં અનંત આવે છે ,.
બસ પ્રતિકાર થી જ એનો અંત આવે છે ,
સનાતન ઘટનાક્રમ છે આ કુદરત નો ,
પાનખર પછી જ જીવન માં વસંત આવે છે .


ગમે તેટલા સુવિચાર મોકલો..
પણ માણસ phone ની lowbattery  સીવાય 
કોઈ વાત seriously લેતો જ નથી..!!


ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું ?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદળ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?


ધ્રુજે છે હાથ મારો આ સવારે એનું કારણ એ,

ફરી સપનામાં મારી આંગળી તે ઝાલી લાગે છે...


યાદોનાં જખમ થી હૈયું પણ ઉઝરડાતું હશે

જ્યારે સ્મરણ કોઈનું ઘરેણાની જેમ સચવાતું હશે.


મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસ ની,
ચાલુ શ્વાસે જ જરૂર છે સહવાસની..

પિતૃઓને શ્રધાંજલિ


નફરત હોય ના હોય 
થોડો પ્રેમ રાખજો.. 

મળવાનુ થાય ના થાય 
સબંધો બનાવી રાખજો.

દુ:ખ હોય ના હોય 
દિલાસો દિલ થી આપજો.

કોલ થાય ના થાય 
મેસેજ ચાલુ રાખજો


" સેલ " " સેલ " સેલ" 
પ્રેમ ની બજાર માં ....
મીઠી યાદો સાથે પ્રેમ 
ફ્રી ...ફ્રી...ફ્રી...


ઉલેચ્યાં શબ્દો અમે ખોબલે ખોબલે કે ધરાઈ જાશું...

ખબર એવી નહોતી કે એ શબ્દોમાં જ તણાઈ જાશું....!!


ચકાસ્યાં કરશો તો કોઈ પોતાનું નહીં જડે,
         અને... હા...
ચાહતાં રહેશો તો કોઈ પારકું નહીં જડે !!


સબંધ તો એવો અતુટ હતો તારો ને મારો...
કોણ જાણે ક્યા થી આવ્યો જુદા થવા નો વારો...


મર્યા પછી તો ક્યાં જરૂર છે વાસ ની,
ચાલુ શ્વાસે જ જરૂર છે સહવાસની..


એક સાંજ એવી ઢળી ગઇ....

હુ માંગતો રહ્યો દુવા અને તુ મને ફળી ગઇ...!!!


એક સાંજ એવી ઢળી ગઇ....

હુ માંગતો રહ્યો દુવા અને તુ મને ફળી ગઇ...!!!


જે વ્યક્તિ માત્ર તમારી ખુશી માટે હાર માની લે..
એ વ્યક્તિ સામે તમે ક્યારે જીતી શક્તા નથી..


શોધી રહી છુ કોઇક ખુશી,
પણ તારા વગર મળતી નથી...


સંગત શબ્દોની થઈ ગઈ....
સંગત તારી હોવી જોઈતી હતી.....


છુટી કંયા છે ? આશા હજુ તારી...
લહેરખી યાદોની,હજુ જગાડી જાય છે...


ચાલ મારી લાગણી પણ,દાવ પર લગાડું...
હારવા જેવું,હવે કંઈ જ બાકી રહયું નથી....


તારી એક જ અદા પુરતી છે....
અદાઓ તો,કત્લેઆમ ચલાવે છે...


નહિ સમાવી શકે તારૂં રૂપ,એ દર્પણ..
મારી આંખોને તો દે કયારેક તું દર્શન...


છોડી દે છે, હવે કેમ તું મારો હાથ....?
છોડવું કંયા હતુ ? તારે મારો સાથ....


લુટાવી દઉ હું મારા,શબ્દો તારા પર....
બસ એજ ખજાનો છે,મારી પાસ....


એક સાંજ એવી ઢળી ગઇ....

હુ માંગતો રહ્યો દુવા અને તુ મને ફળી ગઇ...!!!


તારી શીતળ છાંયલડીમાં સહુને સુવડાવી તુ તપજે તારા સંતાપ એક્લો


" માઁ "
મોઢે બોલુ 'માં', સાચેંય નાનપ સાંભરે;
પછી મોટપની મજા, મને કડવી લાગે, કાગડા !
અડી ન જગની આગ, તારે ખોળે ખેલતાં;
તેનો કીધેલ ત્યાગ, તેથી કાળજ સળગે,કાગડા !
ભગવાન ને ભજતા, મહેશ્વર આવિ મળે;
પણ મળે ન એક જ મા, કોઇ ઉપાયે કાગડા !
મળી ન હરને મા, તેથી મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જસોદા, પછી કાન કેવાણો, કાગડા !
મળિયલ એને મા, સૌ રાઘવ કરસનને રહે;
જગ કોઇ જાણે ના, કાસપ મચ્છને, કાગડા !
જનની કેરુ જોર, રાઘવને રે'તુ સદા;
તેથી માને ન કરી મોર, કરિયો પિતાને, કાગડા !

" માઁ " એ " માઁ "


પામી શકું પ્રિત તારી તો બસ છે મને..
તિરસ્કાર તો બધા જ કરી જાય છે...


પ્રેમ કરવાના તો લાખો પ્રકાર છે...!

ને 'લાખોમાં એક' મારો પ્રેમ છે...!!


આંખોની ભાષા આવડે....છે..?
તો
તું મારૂ મૌન વાંચી શકીશ....


કહેવાય છે કે...નામ પ્રમાણે...ઞુણ....
તો તારા પ્રેમના...ઉંડાણમા ડુબવા ..દે.


એક પછી એક,બધી લાગણી તુટતી ગઈ..
તુટીને પાછળ, એક પછી એક છૂટતી ગઈ..
લો.... હવે થઈ જવાયું લાગણી શૂન્ય...
શુ હવે દોસ્ત બનીશું....? ? ? ?







No comments:

Post a Comment