પંખીઓને જોઈ
આવ્યા ઘણા વિચાર
નથી બેંકમાં ધન, અનાજ
કે નથી ઘરબાર
શું ખાવા મળશે ને ક્યાં,
નથી કોઈ ખબર
તાપને ઠંડી સહન કરે છે,
બારેમાસ બેસુમાર
છતાંય સવારે ઉઠી,
આનંદથી કરે છે કલબલાટ
પ્રભુ પર શ્રધ્ધા રાખી,
જીવે છે દિવસ અને રાત
અને દેખો વિશ્વમાં
શક્તિશાળી આ માનવજાત
બધું હોવા છતાય,
કરે છે રોજ પ્રભુને ફરિયાદ
અદ્ભુત રચના : ઝવેરચંદ મેધાણી
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે,
છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા!
હે પરમકૃપાળુ પરમેશ્વર
સ્મરણ તારૂં કરતાં કરતાં સવારની શરૂઆત કરાવી દેજે,
તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં પ્રભાતનું સોનેરી કિરણ દેજે.
ડગ મારા મંદિર તરફ વળે એવો ઇશારો મને તું કરી દેજે.
મુજ નયનમાં સુખ શાંતિ નું એક જ મંદિર તું ખડુ કરી દેજે.
રીઝવી ના શકું ભલે જગને મીઠી વાણીની મીલકત મને દેજે
નથી જોઇતું મારે અણ હક્કનું વિધિએ લખ્યું એટલું જ મને દેજે.
ભટકતું મન સ્થિર થાય તારામાં તારા દરવાજે લાવી ખડું કરી દેજે.
અંત સમયે તારામાં જ રહું સગપણ તું મને દેજે.
કરે જગત યાદ એવું જીવન મને દેજે.
ગુજરાતી ભાષાના અમૂલ્ય
મોતીઓનો ખજાનો !!!
સૌન્દર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે !
સૌંદર્યો પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે !
- કલાપી
આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
- રમેશ પારેખ
જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
- અનીલ જોશી
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
- ઓજસ પાલનપુરી
અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
- સૈફ પાલનપુરી
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
- હરીન્દ્ર દવે
તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
– ખલીલ ધનતેજવી
આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ
– મુકેશ જોશી
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
- બી.કે. રાઠોડ ‘બાબુ’
બેઠ કબીરા બારીએ, સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ !
– રમેશ પારેખ
આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ
ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
– મરીઝ
દિલ હો ઉછાંછળું તો ઘણો ફેર ના પડે,
બુધ્ધિ હો વિપરીત તો નક્કી વિનાશ છે.
– અદી મીરઝાં
સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.
– સૈફ પાલનપુરી
અહિંયા બધું અધૂરું, અધૂરું, છતાં શું મધુરું, મધુરું. પિયારે !
હજી કાન માંડી હજી સાંભળી જો,ન સંગીત જગનું બસૂરું પિયારે !
- પ્રજારામ રાવળ
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
- મરીઝ
રંગ મહેલમાં દીપ જલાવ્યા,
બાંધ્યા હિંડોળાખાટ જી.
સ્જ્જ મારા સહુ તાર સિતારના,
એક વાદકની રહી વાટ જી.
– સુંદરમ
મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
- બરકત વિરાણી ‘બેફામ’
દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
– મરીઝ
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
– રમેશ પારેખ
નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે કુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
- ડો. વિનોદ જોષી
ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ
– મનોજ ખંડેરિયા
નથી નથી મુજ તત્વો વિશ્વ્ થી મેળ લેતાં !
હૃદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ્ માટે !
- કલાપી
આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.
– રિષભ મહેતા
સાથે મળીને સ્વપ્નામાં બાંધેલ એક મહેલ,
કંકર એ મહેલ નો હજી એકે ખર્યો નથી.
– લલિત ત્રિવેદી
મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
- મરીઝ
યારી ગુલામી શું કરું ? તારી સનમ !
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને સનમ !
- કલાપી
વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
– જલન માતરી
તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
– ગની દહીંવાલા
પૈદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉંમર ગુજારી ઢૂંઢતા તુંને સનમ !
- કલાપી
સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
– ડૉ. હરીશ ઠક્કર
બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
– બેફામ
કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
- રઈશ મણીયાર
તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું.
- ભગવતીકુમાર શર્મા
સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
- બેફામ
ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
- શૂન્ય
ભરોસો ન કરજે કદી ફૂલનો તું,
ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
ચમનને વફાદાર કંટક રહેશે,
ચમનને કદી પણ નથી છોડવાના.
- મુકબિલ કુરેશી
કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે
– મુકુલ ચોકસી
છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
કેટલા રસ્તા પરિચિત થાય છે
– અમિત વ્યાસ
તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
- હરીન્દ્ર દવે
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને !
અહેસાનમાં દિલ જુકતું રહેમત ખડી ત્યાં આપની !
- કલાપી
સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.....
સત્ય અને પ્રમાણિકતાના રસ્તા પર બહું ઠોકરો વાગશે, બહું પીડા થશે અને મંજિલ પણ જલદી નહીં મળે
પરંતુ
જ્યારે મંજીલે પહોંચશો તો તમારા જેટલો સુખી વ્યક્તિ દુનિયામાં કોઈ નહી હોય.
જેવી સમજ તેવો માણસ, જેવો માણસ તેવો સમાજ. સાચી સમજ એ જ છે સાચું જીવન.
લાગણીઓ ને
પગ તો નથી સાહેબ
છતાં મેં તેને
ઠેસ વાગતા જોઈ છે
પંખીઓને જોઈ
આવ્યા ઘણા વિચાર નથી બેંકમાં ધન, અનાજ કે નથી ઘરબાર
શું ખાવા મળશે ને ક્યાં,
નથી કોઈ ખબર
તાપને ઠંડી સહન કરે છે,બારેમાસ બેસુમાર
છતાંય સવારે ઉઠી,આનંદથી કરે છે કલબલાટ
પ્રભુ પર શ્રધ્ધા રાખી,
જીવે છે દિવસ અને રાત
અને દેખો વિશ્વમા શક્તિશાળી આ માનવજાત
બધું હોવા છતાય,
કરે છે રોજ પ્રભુને ફરિયાદ
ના દોસ્તી મોટી,
ના પ્રેમ મોટો,
એને જે નીભાવે એ મોટો...
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.
– ગની દહીંવાળા
રાધા એટલે....
મોરપીંછ સંગાથે
વનરાવનમાં
વેરાયેલ ટહુકાથી
વીંધાયેલ વાંસળી....
સફળતાના કપડા તૈયાર નથી મળતા સાહેબ,
એને સીવવા માટે મહેનતનો દોરો જોઈએ.....
આંખ ફરતે પાતળું ઝાકળ છવાતું જાય છે,
લો, ફરી આ લાગણીનું ઘર રચાતું જાય છે...!
આ મારા શબ્દો નિઃશબ્દ જ રહેશે,
જયાં સુધી તુ એને સમજુ નઈ.
તોરણ જે ઉતારો છો, એ લીલું તો નથીને ?
સંકેલો છો જે સ્વપ્ન,એ ભીનું તો નથીને ?
જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે,
પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે !!
કોઇના જીવનની અંધારી રાતો ને અજવાળવી
એ, પણ, એક "નવરાત્રી" જ છે.
હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?
કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.
એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.
જેમના ખંભે જવાબદારી નો થેલો હોય છે,
એમને રીસાઇ જવા નો કે વીખેરાઇ જવા નો હક ક્યારેય નથી મળતો..
કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,
પાણી ભરાઈને બહાર આવે છે
જીવનનું પણ આ જ ગણિત છે સાહેબ,
જે નમે છે તે પ્રાપ્ત કરે છે.
💞જો કોઇ તમારુ દિલ ❤ દુભવે તો ખોટુ લગાડતા નહી, પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ 🌳 પર વધારે મીઠા ફળ હોય, તેને જ પત્થર વધારે ખાવા પડે છે💞
લોકો પર આરોપ હું શું મુકું સાહેબ...
મારો જ સ્વાભાવ મારો સાથ નથી આપતો...
એકાદ ગાંઠ ઉકેલો તો ખબર પડે,
સંબંધ માં અમે પણ કેટલી ઢીલ આપી છે.
જિંદગીનું સૌથી લાંબુ અંતર
એક મન થી બીજા મન સુધી પહોંચવાનું છે !!
ગુસ્સા ની એક ક્ષણ ઉપર જો
તમે નિયંત્રણ રાખી શકો
તો " પસ્તાવા " ના
' સો ' દિવસ બચાવી શકો.
પંખી તેના પગ નાં કારણે ફસાય છે, અને
માણસ તેની જીભ નાં કારણે......
સમજદારને પણ,
ક્યારેક...
ગેરસમજ થાય છે.
વાગે ઘા જો ખુદથી,
તો...
ખુદના દિલને પણ દર્દ થાય છે.
કેવો વળાંક આવ્યો છે સંબંધ માં...
લાગણીને વર્ણવી પડે છે લખાણ માં...
શ્વાસ છે ત્યાં સુધી તો સાથે જ રેહવાની,
આતો લાગણીઓ છે, જિંદગીભર ખુચવાની !!
સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે..!!!
બે દિલ,ત્રણ શબ્દ
હજારો ઇચ્છાઓ ને અસંખ્ય દર્દ
છેકું, ભૂંસું ને ફરી લખું કેમ થાય છે આમ??
,
બાકી એનું તો ત્રણ જ અક્ષર નું છે નામ..!!
શ્વાસ છે ત્યાં સુધી તો સાથે જ રેહવાની,
આતો લાગણીઓ છે, જિંદગીભર ખુચવાની !!
સમયને અને યાદોને વર્ષો સાથે ક્યાં સંબંધ છે,
તારા ગયાની એ ક્ષણ હજુ હૃદયમાં અકબંધ છે..!!!
સમજે છે તું તોયે અનજાન બને છે,
સમજી જાને આ દિલ વેરાન બને છે.
એ જ લોકો રડવા માટે મજબૂર કરે છે..
જે એમ કહેતા હોય છે કે તુ હસતો જ સારો લાગે છે..
એમ કંઈ કાચા હ્રદયના લોકોનું આ કામ નથી…. !!જીગર જોઈએ જે નથી મળવાનું એને ચાહવા માટે…!!⚘
એવુ નથી કે..
જોર નથી મારી પાંખમાં ..
પણ..
બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં….
હું ડરપોક બુદ્ધુ છોકરો,
એ બ્લુ વ્હેલ જેવી કાતિલ પરી..!!
નફરતો ને બાળશો તો જ પ્રેમ ની રોશની થશે
બાકી તો માણસ જ્યારે પણ બળશે ત્યારે તો રાખ જ થવાની
ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ ..
કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે ..
પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે ..
અધૂરા ખ્વાબોની ચાવી મૂકી છે મારા ઓશીકા નીચે....
કદાચ હું ના જાગું તો તમારી અમાનત લઈ લેજો.....
હોઠ પર ચૂમ્બન કરીને એણે મને મનાવી શુ લીધો
હરરોજ મને રુઠ્વાનુ બહાનું મલી ગયું
ખબર નથી શું જાદુ છે તારાં પ્રેમમાં...!!!
બીજા કોઈના વિશે વિચારવાનું મન જ નથી કરતું.
ખબર નહિ કઈ માટીની
બનેલી છે ઈચ્છાઓ,
મરે છે, તરફડે છે
અને છતાં રોજ જન્મે છે....
હ્ર્દય માં થી તારી યાદો પસાર થઇ જાય છે..,
ત્યાં તો હ્ર્દયના ધબકારા ભાન ભૂલી જાય છે..
સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં,
દિલ તને દીધા પછી દુનિયાને દેવાયું નહીં.
એક એવું આપણું સગપણ હતું, લાગણી નામે તરસતું રણ હતું.
સાચવીને એટલે રાખી મૂક્યું, જિંદગીનું રેશમી પ્રકરણ હતું.
આવતી કાલની ગાડી, આજ ના રસ્તા પર,
ગઈ કાલ નો ડ્રાઈવર ચલાવે છે..!!
પ્રેમ તો એક જુગાર ની રમત
છે મારા સાહેબ..
જેની લાગણી ઓ સાચી એની
હાર પાકી??..
વાત છેડી જ તે,તો લાવ હકીકત કહી દઉં.
શબ્દો છે ઉધાર તારા આજ વ્યાજ સાથે દઈ દઉં.
ના રાજ જોઈએ...
ના તાજ જોઈએ...
માણસ ને માણસ સાથે..
શોભે એવો મિજાજ જોઈએ..!!
દિલ ઈચ્છે છે મારું ઘણા નજીકથી જોવું તમને,
પણ આ નાદાન આંખો તમારા નજીક આવવાથી જ ઝૂકી જાય છે...
ભલે ન પામુ તને, મન ભરી માણવા તો દે !
સંતાડેલુ સપનું આંખો માં, બંધ કરી આંખો જોવા તો દે !!
જવાબ દરેક વાત નો હોઈ...
જે સંબંધ ના સમજે તે શબ્દ ક્યાં થી સમજે..
ના કોઈ શોક નથી મને લાગણીઓ ને
શાયરી માં વર્ણન કરવાનો,,,
પણ હું મજબુર છુ આ એક જ રીત બચી છે
એમની સાથે વાત કરવાની....
પ્રેમ મા ક્યા પગાર જોઇએ સાહેબ,
લાગણીનુ એકાદ વળતર જ કાફી છે.
તારી ખુશીમાં તારા ચહેરાનું સ્મિત બનવા ચાહું છું,
તારા ગમમાં તારી પરિપક્વ વિચારધારા બનવા ચાહું છું..!!
ચાલતો રહું છું હંમેશા તારી મંજીલ સુધી પહોંચવા,
થોડું "તું " પણ ચાલને મારા માટે..!!
"તું" મારી જરૂરીયાત નહીં,
પણ,
"તું" મારી "પ્રાથમિકતા" છે..!!
છે સપનું તમારું તમારાથી સુંદર,
અને મૌન પાછું ઇશારાથી સુંદર.
અમે શીશ મૂકી રહ્યા જે ખભા પર,
મળી હૂંફ ત્યાંથી સહારાથી સુંદર.
સાંજ છે...બાંકડો છે...
તું જો આવ...
આ ક્ષણો - બે ક્ષણો... બેમિસાલ થઇ જશે..
તમે ધડકનોમાં વસાવ્યા અમોને,
હતું મન તમારું ઉતારાથી સુંદર..!!
ખાલી તારી એક
"Smile" માટેની આ રકજક છે,
બાકી કામ તો મારે પણ
"ભરચક" છે..!!
તારી સાથે પ્રેમ થયો એ દુનિયાનું બીજું સુખ છે,
અને પહેલું એ જ કે "તું" મને મળી..!!
સપનાંમાં તું છે હકીકત મારી,
હકીકતમાં તું છે સપનું મારુઁ !
દિલ ઝુમી ઉઠતું મારુ જ્યારે તું પુછતી,
"એક વાત કહું"
લોકો પર ઉતરતા મારા વગર કામના ગુસ્સાનું કારણ,
એટલે "તારી" ગેરહાજરી..!!
જયારે જયારે તુ મારાથી નારાજ થાય છે,
ત્યારે ત્યારે મારા ઘરે "આજે કેમ નથી જમવુ" એવી લપ થાય છે..

નમસ્તે સાહેબ..
ReplyDeleteઆપનું સંકલન ખૂબ જ સુંદર છે. એમાંથી મને ઘણા ગમતાં શેર મળ્યાં છે. પરંતુ એક શેર માટે આપનું ધ્યાન દોરવું છે..
અદ્ભુત રચના : ઝવેરચંદ મેધાણી
ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે,
છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા!
આ શેર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો નથી. પરંતુ અત્યારના પ્રખ્યાત કવિ દિનેશ ડોંગરેની કવિતાનો છે.