Saturday, 16 September 2017

ફરિયાદ કરુ તો શું કરુ?
કિસ્મતની વાત છે, 
તને તો શાયદ હું યાદ પણ નહી હોય 
અને અહીં મારા અેક એક શબ્દમાં તારા સિવાય કંઇ જ નથી..!!


તું રીસાય ગયી એનો મતલબ એ નથી કે તારામાં attitude છે, 
બસ તને ડર છે કે તુ મને પ્રેમ ના કરી બેસે..!!


યાદ તારી મારા જીવનની સરગમ છે...
દિવસોમાં નહિ તું ક્ષણેક્ષણમાં હરદમ છે..
ક્યાંક વસે તું અંતરના કોઇ ખુણે...
ક્યાંક શબ્દ બની સરે મુખ વણે...


બસ એની નજરને મારી મળે,
હોઠ ને બદલે આંખો બોલતી હોય,
કવિતા તો ઘણી લખાતી હોય,
કમાલ તો ત્યારે કે શબ્દો એનાં ને કલમ મારી મળે.


હવે સ્થિતિ એવી થઇ ગઇ છે કે લત તારી નસનસમાં ફેલાઈ છે
ન દિવસ કે રાતની ખબર પડે છે બસ
જ્યાં નજર પડે ત્યાં તુંજ દેખાય છે. ..







જો ઊઠાવે નજરો એ
તો આંખ થી આંખ મળે,
પછી બસ એને પામવાના
સપના ને પાંખ મળે.....


પાનખર ને નવા પુષ્પ આવ્યાં છે,
શહેરમાં નવા વરસાદ આવ્યાં છે.


એટલી હિમ્મત નથી કે હવે કોઇને દીલની વાત કહી શકું,
બસ જેના માટે લખું છું એ સમજી જાય તો ઘણુ છે..!!


પ્રેમ ની રજુઆત માટે શબ્દો ની જરુર નથી હોતી
એ અનુભવવા અંતર ના ઊડાંણ ની જરુર નથી હોતી
સમજનારા તો એક ઇશારા માત્ર થી સમજી જાય છે
પ્રેમ કોઇને સમજાવવા ની જરુર નથી હોતી....


આંખોની હિમ્મત શબ્દોની મોહતાજ હોતી નથી,
જેને આંખોની બોલી સમજાય એને એકરારની જરૂર નથી હોતી.








No comments:

Post a Comment