Friday, 29 September 2017

ભીની પાંપણ નિશાની હોય છે કોઈકનાં ભરપૂર પ્રેમની, 

એકાંતમાં આવતા આંસુ ક્યારેય ખૂશીના નથી હોતા!!!



મૃગજળનું
પાણી, સ્પર્શાય નહિ
પીવાય નહિ!


 અાટલું  સમજાય , 
  તો   પળ-પળ 
 પ્રભાત  છે , 
   કે  રાત  એ  કંઈ  
 થાક  નથી , 
  થાક  એ જ 
  રાત  છે.......! 


પારકા થઇ ગયા તમે એથી શું થઇ ગયું..?
મારા-તમારા સ્નેહનું સગપણ હજુ સુધી એવું જ છે..!


કહે છે વજન હોય છે એટલે આંસુ નીચે દડી પડે છે.
પણ....
ખરા વજનદાર આંસુ તો પોપચાંની ભીતર છાનામાંના તરે છે....


ખાલી ચડે ત્યારે *"પગ"* નું 
 મહત્વ સમજાય,   અને
ખાલીપો લાગે ત્યારે *"સંબંધ"* નું   મહત્વ સમજાય......
*રૂબરૂ મળાતુ નથી તો શબ્દોથી મળુ છું,*
*તમે કરો ન કરો  હું રોજ યાદ કરું છું.*


ટાણે નો આવે ઈ મોત શુ કામની..
અને ગોટાડે નો ચડે એ જિંદગી શુ કામની ..


*પ્રેમ* પણ બહુ ચંચળ વસ્તુ છે સાહેબ,
*બાળપણ* માં *મફત* મળે છે.
*જુવાની* માં *કિંમત* ચૂકવવી પડે છે


હોઠ પર રહેતું હાસ્ય...
બનાવટી સ્મિત રાખી હવે નથી જીવાતું..
કાશ...
દિલ ભરી ને રડી શકતી હોત ...


જિંદગી માં બધું જ છોડી દો તો ચાલશે પણ 
ચહેરા પર નુ સ્મિત અને  ઉમ્મીદ  કયારેય ના છોડવી....


આંખો સુધી *આવે* અને વહી ના શકે,
એ *આંસુઓનું* મુલ્ય કોઈ કહી *ના* શકે !!


 *તું સાંજ ગુલાબી લાવી હતી, મેં વાત પ્રણયની વાવી હતી...*
*એ કાજળઘેરી આંખોમાં જ્યારે તું શમણાં લઈને આવી હતી...!!!*


*​તારી આખ નો એ ઇશારો માત્ર કાફી હતો,​*
*​મારો તો વઁષો થી તારો જ થવાનો ઇરાદો હતો,...​*


 માપીને મન મેળ​વે છે પછી માપ પ્રમાણે વેતરે,
કેટલાક લોકો આમ જ સંબંધના નામે છેતરે.
-- અજ્ઞાત


ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ.
- જવાહર બક્ષી


 વેચાઈ જવાં કરતાં,
વહેંચાઈ જવામાં લિજ્જત છે.
હર ફુલ મહી ખુશ્બુ પેઠે,
ખોવાઈ જવામાં લિજ્જત છે


કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો,
જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!!!!!


 જગ આખું જીત્યા પછી તારી સામે હારું છું,
નથી તું હસ્તરેખામાં કહી મનને વારું છું...
ખુદ જે રચેલી સપનાં ની દુનિયા તારી સંગાથે...
રોજ સવારે ઉઠી એ શમણાંની રાખ નિહાળું છું..


*ભુતકાળ માં જોતા કદી ન દેખાયો અંત,*
*યાદ કરતા જ ફરી એ તુરંત થાય જીવંત.*


અંકો ની વ્યાખ્યા પણ કેવી વિચિત્ર કહેવાય.
કમાવા જાવ ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય, 
અને સ્પર્ધા માં હોવ ત્યારે, 
૨ કરતા ૧ મોટો ગણાય.


*સમય રોજ એક કોરો ચેક આપે છે,*
*પણ આપણે જ આળસમાં ઓછી રકમ ભરીએ છીએ*..!!!


નવરાત્રિ ના એ રંગ મા, તુ હતો મારી નજર ના એક સંગ મા,
આભ ઘટા કેરા રંગ મા, આજ પણ તરસુ વિશાલ ઝલક મા, 
જ્યારે હોઇ તુ ગરબા ના રંગ મા, તને શુ ખબર મારા મન મા, 
આજે પણ તુ હોઇ તારા રંગ મા, અને હુ તને જંખુ મારા સંગ મા



શુ કરુ છુ હુન કે તુજને બહુ ગમુ છુ...
આંખ મા આંખ નાખુ પસી હુંઝ નમુ છુ ...


જીવન માં સદા એક અફસોસ રહેવાનો ,
દિલ નો કોઈ ખૂણો સદા ખાલી રહેવાનો ,
જિંદગી ભર નથી તેનો સાથ રહેવાનો ,
તેનો ચેહરૉ હમેશા મને યાદ રહેવાનો..?


 જિંદગી કેટલી છે કોને ખબર …..!
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર ….!
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર …..!


સ્નેહના સંબધમાં સ્વાર્થ નથી હોતો,
માંગવો પડે તે પ્રેમ નથી હોતો!
કિસ્મત કરાવે છે ખેલ કઠપુતળીના,
બાકી જિંદગીના રંગમંચ પર 
કોઈ કલાકાર નબળો નથી હોતો !!


ભલે ને અટપટા સૌ દાખલા છે સંબંધો માં….
પણ અહમને બાદ કરો તો જવાબ સહેલા છે…


પૈસા આવ્યા પછી માણસો બદલાઇ નથી જતા ... પણ
ઓળખાઈ જતા હોય છે..../


હકથી પુછશો તો શ્વાસે શ્વાસ ની ખબર આપીશ...
.જો શંકાએ સ્થાન લીધુ તો,મોત નીય ખબર ના આપું.


લાગણીનું નામ આવ્યું ને શ્વાસ સુનો થઇ ગયો 
શબ્દ જેવો શબ્દ પણ સાવ મુંગો થઇ ગયો


એવું નથી કે સંવાદ વગરના સબંધ કાચા હોય છે 
સમજી શકો તો આંખોને પણ વાચા હોય છે


 *સબંધ જ નિભાવવો હોય તો કોઈકના દુઃખના ભાગીદાર બનજો સાહેબ,* 
*જાહોજલાલી જોઈને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે !!*


*ખબર નહિ કઈ માટીની*
*બનેલી છે ઈચ્છાઓ,*
*મરે છે,*
*તરફડે છે અને*
*છતાં રોજ જન્મે છે !!*


હકથી પુછશો તો શ્વાસે શ્વાસ ની ખબર આપીશ...
જો શંકાએ સ્થાન લીધુ તો,મોત નીય ખબર નઇ આપું. DOST


જામ કોઈ પાઈ ગયુ છે એ રીતે..
હુ જ મારામાં છલકતો જાઉં છુ..
#miss_you


આપણું ઉછેરેલું પ્રેમ નું છોડ 
બોલ આમજ  લાગણી વગર સુકાશે?..,


વાત વાત માં આમ રૂઠવું તારું ...
મારા દિલ માં શક ઉભો કરે..


બોલ દિલ ભરાઈ ગયું મારા થી ??
કે વાત કાઈ બીજી છે .


એવું તો શું થયું કે અચાનક શેર બજાર ની જેમ 
આપડા પ્રેમ નો ભાવ ગગડી ગયો...


આંખોમાં જ એટલી બેવફાઈ રાખો કે..
લોકો સામે હાથ જોડી ને ના પાડવાની જરૂર ના પડે...!!⚘


હાથ કોમળ અને હૃદય રાખે બરછટ 
લાગણીઓ પામવાનું આ કેવું તરકટ ..


મારેતો ઝાકળ નું બુંદ થાવું છે.!!
તારો એકસ્પર્શ મળે ત્યાં તારામાં લીન થાવુ છે...


જરા જો દરવાજો કોનીયે થોક્યો?
અગર પ્રેમ હોય તો કહી દે અહીં દિલ નથી રહેતું...


આ જન્મ માં તું મારી ના થઇ તો શું
હજાર જન્મ લઇ તને મેળવવા માટે...


સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે..


 કેટલીક સ્મૃતિઓ પથ્થર પર કોતરાયેલી હોયછે...એ ભૂંસાતી નથી ભૂલાતી નથી 
એ ધડકતી રહે છે ધડકાવતી રહે છે...!!⚘


અહેસાસ તારી પ્રીત નો વસે છે મારી ભીતર આઠે પ્રહર..કે આ ધડકતા દિલના દરેક ધબકાર માં પામ્યો છે તને...!!⚘


 ખૂબ અલગ છે મારા ઇશ્ક નો હાલ
તારી આ ખામોશી ને મારા હજારો સવાલ


શબ્દ થી કેવાતું નથી
આસું થી બોલાતું નથી
તારા પ્રેમ વગર રેવાતું નથી...


 તારા મેસેજની રાહમાં જેટલી વાર હ્ર્દય પણ નઈ ધબક્યું હોય એટલી વાર તો મેં મોબાઈલને unlock કરીને જોઈ લીધો છે.


 હું તને જેટલો પ્રેમ કરું છું એ તોલવા જઈશ ને તો મારા જેટલો અમીર દુનિયામાં ક્યાંય નઈ મળે


શર્ત હતી સંબંધોને હંમેશા સાચવવાની.....
અને 
આ જ કારણ હતું મારું હારી જવાનું......


લાગણીના ત્રાજવે તોળી જુઓ
સાવ હળવી યાદમાં પણ ભાર છે


કેહવું છે મારે ઘણું,પણ શબ્દો નથી,
મારુ મૌન સમજીશ ને ?


: "છોડ હવે આ ઝઘડાઓ ને આ તારી મારી !
યાદના ટોળા કરશે હવે આંખમાં રાતપાળી" !!!!!!!!


 હું જન્મોજન્મ તારી રાહ જોવાને જ જ્ન્મયો છું,
તું જો, શું છે મિલન તારું ને મારું શક્ય આ ભવમાં ?


ચાંદની સમાન તારું મુખ જોવા
વટાવી સઘળી સીમા
હાથ માં તારા હાથ પરોવી
સંસાર સાગર તરવા બોલ
હવે શું કરું હું ?


 દિલ માંઆવ્યો એક વિચાર
ના કરું હવે તેનો વિચાર 
ફરી ફરી ને આવ્યો એ જ વિચાર
તેના સિવાય કરું તો કરું કોનો વિચાર..?


મારા શબ્દ ની રાજકુમારી
અલક તું શાયરી નો પ્રેમ
તને શબ્દ માં ભેળવી ને કરું રાજ..


પ્રભુ ને કહ્યું કે મારી પ્રાર્થના મંજુર કર..
હસી ને બોલ્યા તું એક ને છોડી ને બધું માંગ..


તારી વાત યાદ કરું 
શરાબ નો જામ જેવું લાગે મને..


ભલે તું અછાંદસ છે તો પણ તું જોજે તરન્નૂમ પ્રગટશે તારા હોંઠમાંથી 
ગઝલ જેમ મારે તને છેડવી છે, તને છેડવાની તું પરવાનગી દે.


 નારાજગી તો ઘણી છે આ દિલ ને એના પર,
પણ એને ભૂલવાનો વિચાર આ દિલ ને ક્યારેય નહીં આવે.


મળવું હોય તો આનાકાની નહી કરવાની 
આમ મહોબ્બત છાનીમાની નહી કરવાની...!!


: ચાલ.....થોડોક અભિનય શીખીએ.......!! ;)
આંખોના દર્દને......
હોઠોની મુસ્કાનથી છેતરીએ.......!!!!


 તારું સ્મિત બની તારા માં ખોવાઈ જવું ગમશે મને
તારા આંસુ લૂછી હિસાબ મેળવવો ગમશે મને...


તમારાં સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યા છે
છતાં હોય જો શંકા તો હિસાબો મેળવી લઈએ...!!⚘


 પ્રેમ એટલે..
મારા જ્વાળા મુખી સમાન ગુસ્સા નું માત્ર તારા બે આંસુ ના ટીપાં થી હિમશીલા થઈ જવું.!


સ્મિતનું ઘર ભલેને
દૂર લાગે ...
હું ચાલીને પહોંચી જઈશ
આંસુના ટેકે ટેકે ....


કિતાબ-ખિતાબી જ્ઞાનથી ના તોલજે સજનવા
મન ની કહી પણ થોડી સાંભળી લેજે, સજનવા


વિસ્તરશો નહીં, સંકોચાશો નહીં તો ચાલશે સજનવા..
નીજ હૃદયે મારી હસ્તી સમાવશો તો ફાવશે, સજનવા..


હું અને તું દિલ દઈને ઊજવીએ. એટલું બસ છે.....મનના મેળાપની કંકોત્રી કયા છપાતી હોય છે .....!!!⚘


કોઈ ને સજા આપવી હોય તો એના જીવન માંથી તમારો હિસ્સો એ રીતે ઓછો કરો કેએ વ્યકિત ને લાગે કે કંઈક ખૂટે છે પણ સમજ ના પડે કે શું ખૂટે છે ....!!⚘


રહસ્યો પણ બરફ જેવા હોય છે;
દર્દો માં ફસાવી ઓગળી જાય છે,


આટલી હોશિયારી તો મારા પ્રભુ માં પણ નથી..!!
જેટલી તે મારી પરીક્ષા લઇ લીધી...


શબ્દોની ક્યાં જરૂર છે
તારા દિલનો હાલ જાણવા માટે...?
તારી આંખો જ કાફી છે..
તારું હાલ-એ-દિલ બયાઁ કરવા માટે...


 બધું જ સમજવા ની જિંદગી માં  કોશીશ ન કરશો..... 
કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી.... 
પણ સ્વીકારી લેવાની હોય છે....


નસીબદાર છું કે તમે મારી લાગણીઓની વ્યથા જાણી છે,
બાકી બધા એ ફક્ત મારી શાયરીઓ જ માણી છે !!


કાશ કૈદ કરલે વો પાગલ મુઝે અપની ડાયરી મેં
જિસકા નામ છુપા રહતા હૈ મેરી હર એક શાયરી મેં.


 *પાનખર પણ એક હીસ્સો છે જીંદગી નો*
*દોસ્તો*
*ફર્ક માત્ર એટલો છે કે*
*કુદરત માં પર્ણ સુકાય જાય છે*
*અને હકીકત માં સંબંધ*


યાદ આવી ગઈને, આંખોના રણમાં એ વરસાદ લાવી ગઈ...
ચાલ જીંદગી થોડુ બેસીએ હવે,મારા કરતા તુ વધારે થાકી ગઈ....


વિતેલી હોય પોતાના પર તો જ શબ્દો સમજાય
બાકી તો બધા ને શાયરી ને સુવિચાર જ દેખાય....


 દૂર તો દૂર #તું ખુશ છે ને...
બસ બીજું સૂ જોઈએ મને...


પ્રેમ વિશે વધારે જાણકારી નથી મને,
બસ એટલી ખબર છે કે તારા #વગર ગમતું નથી મને...!


સામેથી તો હા જ હોય છે...
પણ પૂછવાની તાકાત હોવી જોઈએ.!


દુઃખ ત્યારે થાય છે સાહેબ...
જ્યારે એ વ્યક્તિ તમને ignore કરે,
જેનાં માટે તમે બધાંને ignore કર્યા હતાં.


મેરે પ્યાર કી હદ ન પૂછો તુમ...
હમ જિના છોડ સકતે હૈ,#તુમ્હે નહિ...


 બસ એજ દાખલો મને ના આવડ્યો,
કે તારી બાદબાકી પછી શું વધે મારા માં...


 પ્રેમ તો કલ્પના છે,
તારા ને મારા મિલન ની ,
બાકી કોને ખબર ...
ક્યાં દોર હશે,
આપણા આ જીવન ની..


જ્યારે સંબંધ નવો હોય છે
ત્યારે લોકો વાત કરવાનું બહાનું શોધે છે.
અને જ્યારે એ જ સંબંધ જૂનો થાય છે
ત્યારે લોકો દૂર જવાનું #બહાનું શોધે છે.


 નથી સમજી શક્યા જે પ્રેમ ને,
એ જિંદગી શુ જીવવાના...!

અહેસાસ થશે #સાચા પ્રેમ નો
ત્યારે રાત્રે જાગી જાગી ને રડવાના...!


પગલી પ્રેમ❤તો બધાંય કરે...
હાલ ને આપડે...
લગન💑કરી લઈએ...


પ્યાર ઇતના હો ગયા હૈ 😘આપશે...!
કી જિને કે લિયે...
સાંસો કી નહિ #આપકી જરૂરત હૈ...


તું મારા નસીબ મા નથી તો શું થયું... મારી પ્રાર્થનાઓ માં,
મારા વિચારોમાં અને મારા શ્વાસોમાં તો તું હંમેશા હોઈશ


ગોપીઓ તો
આજે પણ હજારો મળી જશે પણ...
મારે તો
મારી રીસાયેલી #રાધા જ જોઈએ છે...


તને શું એમ લાગે છે કે 
તું #રહી શકીશ #મારા વગર...
એ પાગલ..!
એક સાંજ તો કાઢી બતાવ
મારી #યાદ વગર...!


ભરોસો રાખજે મારા પર,
અમે કોઈને❤દિલમાં વસાવી લઈએ
તો ભુલતા નથી...


 મારી યાદોનું પોટલું મૂક્યું છે,
તારા દિલ નાં દરવાજા પર,
ફૂરસત મળે તો ખોલીને #જોઇ લે જે
બધી #તારી જ હતી ને...!!!


 નફો નથી આપતાં દરેક સંબંધ એ વાત સત્ય છે 
ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને પણ જીવવાની મજા છે


વિશ્વાસ મૂકતા પહેલા *પરખો*
*કેમકે દુનિયામાં નકલી લીંબુપાણી 
સ્પ્રાઈટ દ્વારા પીવડાવાય છે*
*અસલી લીંબુપાણી ફીંગર બાઉલમાં 
હાથ ધોવા અપાય છે..*


 ખરતા તારા પાસે પણ શી રીતે કઈ માગું...
એનેય આભ ગુમાવ્યાની કેટલી વેદના હશે..


રેત સમી એની યાદ,
હળવેથી સરકે છે છતાં,
થોડા સંભારણા મુકતી જાય છે...
ખંખેરું છું એને... છતાં, 
રજ બની રહી જાય છે ll


દુનિયા માં ઘણી હશે #તારાં જેવી...
પણ...
હું તો #તને પ્રેમ કરું છું તારાં જેવી ને નહિ...


" નથી યાદ કરવા માંગતો તમને
તો પણ આવી જાવ છો...
એવો તો શું સંબંધ છે આપડો કે
કેમ ભૂલતો નથી દીવસ-રાત "


તારી કમરને જોઉં છું તો એમ થાય છે કે,
લોકો અમસ્તા ચહેરા જોઈને પ્રેમમાં પડે છે


બંધ થયેલા #ધબકારા ચાલુ થઈ જશે,
તું એકવાર મારા દિલ પર #હાથ મુકી તો જો...


આટલી મનમાની ય સારી નથી,
તું ખાલી #તારી નથી, #મારી પણ છે...


આ #પ્રેમ અઘરો ખેલ છે,
કોણ એમાં ફાવી ગયા...?
મારી તમારી વાત મુકો,
શ્રી #કૃષ્ણ પણ હારી ગયા...


 તારા વીના કેવો લાગે...????
આ દિવસ મને અળખામણો લાગે..


મને તો એકલા રહેતાં પણ નથી આવડતુ....
દિવસે દુનિયા વચ્ચે જીવી લવ છું અને રાત્રે યાદો સંગાથે.... 
  મીસ યુ ......


સંબધ નગરના સરનામે જો મુકામ પોસ્ટ
લખવાનું આવે....
તો હું એને હૂંફાળી લાગણીઓના નામ 
આપું.... 






Thursday, 28 September 2017

યાદ
એટલે સાથે ન હોવા છતા સાથે રહેવું


જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો 
   આંસુ થી આંખ ભીની ના કરવી કારણ કે 
          જો આંખ ચોખ્ખી હશે તો જ 
       આવનારી બીજી તક જોઈ શકાશે


ચારે બાજુથી થતા હોય વાર પર વાર,
તોય સાથે ઉભો રહે એનું નામ પરિવાર.


જેને સન્માન માં રસ છે તેને સમાજ માં રસ નથી
અને જેને સમાજ માં રસ છે તેને સન્માન  માં રસ નથી
કડવુ છે...પણ સત્ય છે....


ખરાબ સમય સૌથી મોટો જાદુગર છે સાહેબ
એક ઝાટકે જ બધા ચાહવા વાળા ના ચહેરા બેનકાબ કરી દે છે..


માણસ જો ધારે તો છેલ્લા શ્વાસ સુધી લડી શકે છે,
પરંતુ ક્યારેક સંજોગો એવા ઉભા થઇ જાય છે કે એને હથિયાર હેઠા મૂકી દેવા પડે છે, 
કારણ એ હાર માની લે છે એવું નથી, 
કેટલાક સંબંધો એ માણસ ને મનોમન તોડી નાખે છે...


પ્રીત કરી બંધાણી હુ જનમ જનમ એમનાથી 
પછી..
ક્યાં જરુર છે કંકોત્રી.. કે કંકુ નાં રીવાજ ની 


શબ્દને શોભે નહીં આ કાગઝી વસ્ત્રો સજનવા,
આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા.


ગઝલ એ ઘણી મારી વાંચી ગઈ છે , 
એનો અર્થ કે આગ લાગી ગઈ છે .
નગરચોક, રસ્તા, ગલીઓ , બજારો ;
મહેંકી રહ્યાં સૌ એ જ્યાંથી ગઈ છે. 
હસવું કે રડવું ન સમજણ પડે કંઈ, 
'હું આવું છું' બોલી એ ચાલી ગઈ છે. 
હવે આ ઉદાસીને લઇ જાવ અહિથી , 
આ ઘરમાં રહીને એ થાકી ગઈ છે. 
'પવન'થી દીવાને બચાવ્યો પરંતુ,
હથેળી ઘણી વાર દાઝી ગઈ છે. 
               -- ભરત ભટ્ટ 'પવન'


મન માં પવિત્રતા
                અને
     પાયા માં નીતિ હશે તો...
જીવન માં પરિક્ષા આવી શકે
                પરંતુ
*PROBLEM તો નહીં જ આવે..


She : પાછો પહેલા જેવો થઈ જા ને !
He : બીજી વાર દિલ તોડવાની કોઈ ઈચ્છા નથી.


કોઈના જીવન ની અંધારી રાતો ને 
અજવાળવી એ પણ એક નવરાત્રી જ છે 


*જાણું છું કે સારી જિંદગી જીવવામાં હજાર લોચા છે....
*પણ હસતે મુખે જીવી લેવાના કારણ ક્યાં ઓછા છે....


હર કોઈની છે
અહિંયાં એક સરખી કહાણી, 
હરેકને ઓછી પડે છે. 
પ્રભુએ કરેલ લહાણી !


અંકો ની વ્યાખ્યા 
પણ કેવી વિચિત્ર કહેવાય
જ્યારે કમાવા જાવ 
ત્યારે ૧ કરતા ૨ મોટો ગણાય
અને સ્પર્ધા માં હોવ 
ત્યારે ૨ કરતા ૧ મોટો ગણાય


પ્રેમના ચક્કરમાં નઇ પડું એવું માનવાવાળો માત્ર ઝાઝરના ઝણકારથી ઘાયલ થઈ બેઠો છે...!!⁠⁠⁠⁠


શબ્દો પણ મૌન થઈ જાય....
જ્યારે
સાચુ ખબર હોય ને ખોટુ ધ્યાન થી સાંભળતા હોઈએ ...


પ્રેમ એટલે...
તારા બંધ હોઠે
મારા કાનમાં થતું મીઠું ગુંજન
ને મારી બંધ આંખો માં
રમતું તારું આલિંગન..


એમણે કહ્યું, મારા નામે શાયરી લખી બદનામ થઇશ તું,
પાપણ ઝુકાવી કહી દીધુ, મનુષ્ય યોનિમાં છેલ્લું જીવન હશે તો પણ તારા માટે વેડફીશ હું..!!⁠⁠⁠⁠


પ્રેમ એટલે......
કોઈની પાંપણની સરહદ તોડી...
છુપાતા પગલે આંખોનાં શહેરમાપ્રવેશી
હ્રદય નામની રાજધાનીમાં કબ્જો કરવો.!!


તું ગમે એટલા લટકા કરી શહેર ની છોરી
હું તો ફિદા છું દેશી ઠુમકા વાલી મારી ગામડાની ગોરી પર
#Navratri2017


વાંચવા નું મન તો ઘણું હતું...
તારા હૃદયમાં મારા માટે "લખેલું " ન હતું...


પ્રેમ તો એક જુગાર ની રમત
          છે મારા સાહેબ ,
   જેની લાગણી ઓ સાચી
   એની હાર પાકી‪







Wednesday, 27 September 2017

કંઇક અલગ જ મજા હતી એ દિવસોની,
જ્યારે તું કહેતી ઘરે પહોંચીને એક મેસેજ કરી દેજે !!

અસર નથી એના પર, શબ્દોની...
ભીતરની લાગણી,મુંઝાય હવે....


ખૂબ સહેલું છે 
કોક ને ગમી જવું,
અઘરૂ તો છે,
સતત ગમતા રેહવું


ઊગતું’તું બધે જ તારું નામ,
 શ્વાસમાં વાતમાં કે ખ્વાબોમાં.

સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે...
કારણકે...
સંપત્તિ હોય તો *વીલ* બને છે
અને
સંસ્કાર હોય તો *ગુડવીલ* બને છે


એ શું કે રોજ તું જ કરે મારું પારખું...!.!
મેં તો કદી એ તારી પરીક્ષા નથી કરી....!!⚘


સમય બદલાય છે ઝીંદગી સાથે,*
*ઝીંદગી બદલાય છે સમય સાથે,*
*સમય નથી બદલાતો આપણી સાથે,*
*બસ,આપણા બદલાય છે સમય સાથે


'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ....
બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ..
*'હસતા' શીખો યાર.....*
*'રડતા' તો 'સમય' શીખડાવી દેશે..........*


*વહેવારે લાખો રૂપિયા લેજો પણ મફતનો ૧ રૂપિયો પણ ના લેતા સાહેબ*
*કારણ કે સાડા પાચ ફૂટ ની કાયામાં અઢી ઈચ ના નાકની જ કીમત છે*


*'કન્યાદાન' એ માતા-પિતા દ્વારા કરાયેલ એમનાં 'હ્યદય' ના ટુકડા નું દાન છે,* 
*એટલે જ દિકરી અને માતા-પિતા પરસ્પર ની સંવેદના દૂર રહી ને પણ અનુભવી શકે છે...* 


*પારખી લીધુ તો કોઈ આપણુ નથી ,,,*
*સમજી લીધુ તો કોઈ પારકુ નથી ,,,!!*


*કોઈની લાગણી દુભાવતા પહેલા એક સવાલ પોતાની હ્રદયને પૂછી જોજો કે*
*"કાલે એની જગ્યાએ હું ઉભો હોઈશ તો?"* 


ઓલી કહેવત છે ને કે વાળંદ ને રાજા બનાવો તો આખા ગામનેા ટકો કરે
હવે ભોગવો....
*ઘાંચી ને રાજા બનાવો તો તમારુ તેલ તો કાઢશેજ ન*ે.


ગઝલની જરૂરત
મેહફિલમાં હોય છે,
પ્રેમની જરૂરત દિલમાં હોય છે,
મિત્રો વગર અધુરી છે 
જીંદગી,
કેમ કે દોસ્તોની 
જરૂરત❣ તો❣ 
જિંદગીના અંત સુધી હોય છે.


જે મારુ નથી ,જેની યાદ માં પણ હું નથી..
તેને ખોવાનો ડર હું રાખું છું ..
અજબ છે ને આ લાગણી !!!....


*દરેક પ્રણયની વાર્તાના અંત નોખા હોય છે..*
*ક્યારેક આંસુ, તો ક્યારેક કંકુ સાથે ચોખા હોય છે...*


બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો 
જરૂર કોશિશ કરશે !!


બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા,
લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો 
જરૂર કોશિશ કરશે !!


 *સંબંધ ના બજારમાં*
  એ લોકો  હમેશા 
એકલા  પડી જાય છે.
*જે  દિલ  ના સાચા* 
     *હોય  છે.*
[26/09, 3:38 p.m.] Pragna Mistry: તું અને હું...
ચાહ્યા એકબીજા ને,
એક પણ થયા...

શુ બન્યું એવું ,
કે અળગા થયા..??

તારા વિરહ ની વેદના,
રડી પડાયું,
જિંદગી હારી ગઈ....

એક દિવસ તું,
ફરી આવ્યો  જિંદગી માં 
જાણે,બહાર આવી...

    "પણ"

આ શું..હું કેમ લડું ઝગડું,
તારી સાથે...

પહેલા જેટલો પ્રેમ,
કેમ ના દેખાય તારી
આંખ માં....

શુ વાંક તારો..??
કે પછી મારો..??

કે જાણે હું બદલો લઉં..?
તારા જવાનો.....
[26/09, 4:14 p.m.] jayaannt: તું અને હું...
ચાહ્યા એકબીજા ને,
એક પણ થયા...

શુ બન્યું એવું ,
કે અળગા થયા..??
તારા વિરહ ની વેદના,
રડી પડાયું,
જિંદગી હારી ગઈ....
એક દિવસ તું,
ફરી આવ્યો  જિંદગી માં 
જાણે,બહાર આવી...
"પણ"
આ શું..હું કેમ લડું ઝગડું,
તારી સાથે...
પહેલા જેટલો પ્રેમ,
કેમ ના દેખાય તારી
આંખ માં....
શુ વાંક તારો..??
કે પછી મારો..??
કે જાણે હું બદલો લઉં..?
તારા જવાનો.....


ન રાખ આશ, તું વધુ પડતી એમની હવે....
વધુ પડતી મીઠાશ કયારેક ઝેર બની જાય છે...


મે મૌન જાળવ્યું,એના ગુસ્સા સામે,
આથી વઘુ ખુલાસો લાગણીનો શું હોય ?


ભાવમાં અભાવ કેમ જોયો તારામાં .....?
હાઉ છે કે પ્રભાવ કોઈનો,સમજાવ તું...


ઘોવાઇ ગઇ..... 
    એ.. વાત મનની.......
તેં જોઇ  હતી.....  
     કદી મારી  આંખમાં.....


બંધન ન રાખ તું, એ સબંધમા....
ન બન અંધ પણ,તું એ સબંધમા...
બસ....
દિલથી દિલને બાંધ,તું એ સબંધમાં...


 દ્વાર પર આવીને મારે છે ટકોરા કોઈ 
અંધ કિસ્મત તું જરા જો એ પધાર્યા તો નથી?


ફરીયાદ આવી છે થાણામા કે કોઈ છાનુછૂપુ એમને પ્રેમ કરી રહ્યુ છે,
બદનસીબી તો જુઓ હુ શંકાના દાયરા માંય નથી.


ઘણું પામી શકાશે, સ્વપ્નની સીમા વધારી જો;
તને આકાશ પણ મળશે, જરા પાંખો પસારી જો....


વહેતા તો
અમને પણ
આવડતું હતું
જળમાં,
પણ હલકા
ના કહે કોઈ
એટલે જ ‘ ડૂબી ‘
ગયા..!! 


તારા પ્રેમ માં એટલો ખુશ રહું છું ..
કે બધા કહે છે..
કે આનું છટકી ગયું...


આંખો થાકી ગઈ આસમાન મા જોઈ જોઈ ને "દીકુ "
એ તારો જ નથી તુટતો જેને જોઈ ને તને માગી શકુ ..


*પ્રેમ એટલે..?*❣
*તને મળવા માટે,*❣
*ઝડપ થી કામ પૂરું કરવાની ઉતાવળ..*❣


આ રસ્તાની લંબાઈ 
    આપણને દુર રાખે , 
     બાકી હું આંખો બંધ કરું 
     ને તમે મારી પાસે જ હો .


હવે તો ઉંઘ ને પણ જરુર પડે છે દવાની, . .
તારે શી જરુર હતી...
આમ "અધવચ્ચે" મને મુકીને જવાની...


સમયે બદલી દીધી આપણાં સંબંધની પરિભાષા,
પહેલા દોસ્તી, પછી પ્યાર, અને હવે અજનબી અહેસાસ...


મુઠ્ઠી ભરી ને અમે વાવી'તી ઝંખના 
ને સીમ ભરી ઉગી લીલાશ. 
ખોબો ભરીને અમે શમણા પીધા ને 
પછી રોમરોમ ફુટ્યું આકાશ.


સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,
સમયના ધોધમાર વ્હેણમાં વહી ગયાં સંબંધો.


મારા પ્રિય મિત્ર....
જીવથી જવું પડે છે
છબી થઈ પૂજાવુ સહેલું નથી.





















Tuesday, 26 September 2017

વિખુટા પડી મારાથી એ ખુશ રહે છે,
મારી જેમ એ પણ જૂઠું બોલી ખુશ રહે છે.


લઇ કદી સરનામું મંદિરનું 
હવે મારે ભટકવું નથી,
જાણીલો, પ્રસાદ સિવાય 
ત્યાં કઈ જ મળતું નથી.

અમસ્તી થાય છે ભીડ પ્રભુ,
તારા નામથી આ કતારમાં,
થાય કસોટી દરરોજ તારી,
એ પગથીયું કદી ચઢવું નથી.

હશે મન સાફ, તો 
અંતરમાં બિરાજે છે તું આપોઆપ,
દીધું છે ને દેશે જ,
ભલામણ જેવું કંઈજ કરવું નથી.

હજી માણસ જ સમજ્યો છે ક્યાં માણસની ભાષા?
તારામાં લીન થાઉં, એથી વિશેષ માણસ બનવું નથી ! 


લાગણી બહુ મૂલ્ય વસ્તુ છે
સાચી લાગણી વેડફવી એટલે
એક આખી વ્યક્તિ ને વેડફવી
_એક આખા સંબંધ ને વેડફવો _‪


ખબર  પૂછવાનો જમાનો ગયો.....🤔
માણસ ઓનલાઇન😇 દેખાય એટલે સમજી લેવું કે બધું બરોબર છે....
ઈશ્વર સૌને ઓનલાઇન રાખે...


જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો ,
કોઈને દુઃખી કરી
તમે તમારા સપના ક્યારે પુરા નહિ કરી શકો


એજ મજબૂરી રહી છે મારી દોસ્ત !
માથાડૂબ પાણીમાંથી તો નીકળી
જાઉં છું,
પણ પાંપણડૂબ પાણીમાં સાલું ડૂબી
જવાય છે.!!


તુટક તુટક વેચાયો શું
સંબંધો ની બજારમાં સસ્તા ભાવે ખર્ચાયો છું,,!


પ્રેમીઓ વિશે વાતો કરવી બહુ સહેલું છે, 
પણ ક્યારેક પ્રેમમાં પડો તો ખબર પડે...*


બધા જ છોડી રહ્યા છે પોતાના બનાવીને...
 એ જિંદગી એકવખત તું પણ આજમાવી જો ...


પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.


ફક્ત  નામ  નહીં  પણ  માન  સાથે  કોઈની  જીંદગીમાં  આપણું  મહત્વ  હોવું....
એજ  સંબંધ  બાકી  બધું  FORMALITY....


પાંચ પગથિયા સબંધ ના...
જોવું... ગમવું... ચાહવું... પામવું...!
આ ચાર બહુ સહેલા પગથિયાં છે...
સૌથી અઘરું પગથિયું છે પાંચમું...
"નિભાવવું" 


ઘણાં પુણ્ય એવા પણ  કરવાં જોઈએ કે, 
જેની ભગવાન સિવાય કોઈને ખબર ના હોય


વીતી ગઈ રાત્રી ને આવ્યું નવું પ્રભાત 
પંખીડા🐥 કરે સોર ને 
             સુરજ🌞 વેરે પ્રકાશ 

ખુશીઓ થી ભરેલો 
                  દિવસ વીતે આપનો 
એટલે જ કહું છું .... 


જમાનો  ભલે  ખરાબ  છે  પણ
મિત્રો મારા  Best  👌  છે...
ચમકે  નહી   ઍટલું  જ ; બાકી
તો બધા  જ   Star  🌟  છે....!
અંજામ ની ખબર તો સાહેબ ...
કર્ણ ને પણ હતી ... 
પણ વાત મિત્રત્તા નિભાવવા ની હતી....
જીદંગી મા સુખી થવુ હોય તો ....
મિત્રો સાચવતા શીખો, વાપરતા નહી....!!!⁠⁠⁠⁠


ખોવાયા અમે એવા પ્રેમમાં....
બસ એકબીજાને ના મળ્યા !!!


રાખજે સચવાય તો તું સાચવીને યાદ મારી,
અર્થ એ ભીંનાશનો સમજાવશે મારા વગર પણ...


હ્રદયમા કેદ રાખી હતી તે વાત જાહેરમાં આવી ગઈ,
તારા પર લખેલી શાયરી આજ અખબારમાં આવી ગઈ..


સાંજનો વિસામો તો 
ત્યાંજ ગમે,
જ્યા રાહ જોતું કોઈ 
આપણું મળે..


કયાંક તો એ મોસમની તીથી લખાયેલી હશે..♡,જયાં ત્રણેય ઋતુ બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..♡♡♡


અંદરથી જાગો ત્યારે જ સાચી સવાર થાય છે..!
બાકી તો રોજ રાત પછી એક સવાર થાય છે...


મરી જાય છે કેટલાક અહીં કાગળ ના પત્તા માટે
તો કેમ કરી હું જીવુ ઝાંકળ ના પત્તા સાથે


જીવિત રહેવાના કારણ માત્ર ચાર....
હું ......
મારા સવાલ ....
તું .....
અને તારી યાદ.!!.


આજ વર્ષો બાદ એ પાનું મળ્યું
મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.
સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.
જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.
એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.


ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..
એવી આપણી  સમજ છે... 
પણ હકીકતમા... 
ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે...


વાણીમાં અજબ શક્તિ હોય છે,
કડવું બોલનારનું મધ વેચાતું નથી ને
મીઠું બોલનારના મરચાં વેચાઈ જાય છે !!!


લગ્ન સંસાર એમનેમ નથી ટકતો
સાહેબ
કાગડી નેય કોયલ માની બકુ બકુ કહી નમવું પડે છે


ઉકળતા શબ્દો પણ 
શાંત હોય છે પુસ્તકોમા,
અશાંત છું હુ પણ, 
જીવનની આ એકાંત પળોમા..!


છલોછલ આંખના અશ્રુ લુછી આપો
નહીં જાજી જરા અમથી ખુશી આપો ,


જીંદગી....
જો સમજ મા ના આવી તો
મેળા મા એકલો.
અને 
જો સમજ મા આવી ગઈ તો
એકલા મા જ મેળો...!!!