Thursday, 2 November 2017

સાંજે કરમાય જવાના ખબર છે ફુલને ,
તો રોજ સવારે હસતાં હસતાં ખીલે છે..
મોજમાં રહો ને યાર..

તારા સ્મરણો, ભીની ખુશ્બો,
મારું અંતર, બળતો ધૂપ !

કોઈ વખત જાતવાન ઘોડો તમને તેની 
પીઠ પરથી પછાડી દે શક્ય છે... 
પણ તેનો અર્થ નથી કે પછી 
તમારે ગધેડાની સવારી કરવી...

લાગણી અને  પ્રેમ ને આચાર સંહિતા 
લાગુ નથી પડતી..
મન મૂકી ને વ્યક્ત કરો...!!

*"જીવન છે સુખ દુઃખની મેચ,*
*કોઈનો ફટકો તો કોઈનો કેચ."*
*રમનારા બે હોય છે ને*
*પાડી દેનારા અગિયાર હોય છે.*
*તેમાંય સૌથી નજીક ગણાતો*
*વિકેટ કીપર તો મોકાની રાહ* 
*જોઈને જ ઉભો હોય છે...*
*સમજાય એને વંદન*

કાલે અરીસો હતો તો, બધા
જોઈ જોઈ ને જતા હતા,
આજે તૂટી ગયો,
તો બધા બચી બચી ને જાય છે.
સમય સમય ની વાત છે !
લોકો તમારી સાથે નહીં પણ 
તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.
          
જીંદગી...જો સમજ મા ના આવી 
તો *મેળામાં એકલો..*
અને જો સમજમાં આવી ગઈ તો 
*એકલામાં જ મેળો...*

એક સ્ત્રી કદાચ સોનું
પારખવામાં ભૂલ કરી શકે,
પણ સામાવાળાની નજર
પારખવામાં ક્યારેય નહીં !!

યાદ કરશો તો યાદો માં મળશું …
નહિ તો ફરિયાદો માં તો છું જ.

*"મતલબ બહુ વજનદાર છે વ્હાલાં કામ 
નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે."*




No comments:

Post a Comment