Wednesday, 1 November 2017

"કોઈને જીવતા જ જરૂર પડે તો ખભે સહારો આપી દેજો.
*કોઈ શાસ્ત્રમા નથી લખ્યુ કે આ કામ મરણ પછી જ થાય..!"*

અહીં શબ્દોની શોધ માટે ના આવ્યા કરો,
હું એહસાસ લખું છુ,
બસ મહેસુસ કરો..!!

પ્રથમ વરસાદ પછી નવપલ્લવિત ધરા જેવું..
આંખના નીરમાં...
સંસાર ડુબ્યો..
ઋષિ મુનિ ..
જોગી ...ભોગી..
જતિ સતી...
દેવ દાનવ...
સૌ આસુંના નીરમાં અટવાયા,
આસું... આ આસું ..
આવ્યા પ્રિયની યાદ  ધસભસતા ..
ઉના લાવા જેવા..
હૈયાને કોતરવા..

ચાલ, સામે ચાલીને મળતો જાઉં
હેતની વાતો કરતો જાઉં...
કોઈનો બોજો લઈ ન શકું તો
મારગમાંથી ખસતો જાઉં...
મળવામાં તે શું રે જવાનું !
હળવા થઈને દિલ ભરવાનું...
જુગ જુગ રીઢા પથ્થર પર,
સ્મિતનું ફૂલ ખીલવતો જાઉં...
ઠઠ્ઠા ટીખળ હાસ્ય મિલનથી
સૌમાં હૂંફ હું ભરતો જાઉં...
પૃથ્વી પાટે જનમ લઈને
ઋણી સૌનો આ મેળામાં...
કોઈનાં આંસુ સહેજ લૂછીને
મારું હાસ્ય ચીતરતો જાઉં...!!!

"કહી દીધું છે મન ને, માની જવાનું, 
જીદ મૂકી ખોટી, કયારેક હારી જવાનું"

તુટ્યુ છે એક સપનુ હકીકત બનતા બનતા, 
ત્યારથી જ કોઇને પ્રેમ કરતા પણ ડરી 
રહ્યો છુ…!!!

*નાનકડો સરવાળો*
*"સંબંધ + ગણતરી = ઝિરો"*

મારી પાસે બેસે તો તને કહું ને કે દર્દ શું છે....???
આમ દૂરથી જ પુછશો તો એમ જ કહું ને મજા માં છુ....!!!

એકલો હું ક્યાં કદી યે હોઉં છું,
હું તો હંમેશા મારી સાથે હોઉં છું.
મૌન ની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું....!!

શીખવાડવામાં તો જિંદગી ઘણું બધું શીખવાડે છે 
પણ fake smile નું હુન્નર તો મહોબ્બત જ શીખવાડે છે

રાત આખી જાગવા જેવી હતી,
એક વ્યક્તિ ચાહવા જેવી હતી.
માત્ર આંસુઓ જ જોયાં છે તમે,
આંખ એની વાંચવા જેવી હતી.....

ખોટું  કરવા  માટે  નહી પણ 
ખોટું ન
કરવા વધારે હિમ્મતની જરૂર પડે છે.


No comments:

Post a Comment