Wednesday, 1 November 2017

સેલોટેપ હોય કે સંબંધ...
કશાનો પણ છેડો એવી રીતે 
ના છોડી દેવો કે ફરી તેને શોધવા ખોતરવુ પડે.

*પરખવા પારસમણી ક્યાંથી શોધું ,,,,*
*ચેહરા શ્વેત હોયને હ્રદય કાળા મળે છે..*

મોબાઈલ માં ઇમેજ ડીલીટ કરો ત્યારે મોબાઈલ 
પણ પૂછે છે કે'Are You Sure?'
શું સમ્બન્ધો માં આવું ન પૂછી શકાય  ?

રંગીન તો બધા જ હોય છે બસ 
રંગ સમય આવતા જ બતાવે છે.

*સંબંધ  એ  નથી  કે  કોની  પાસેથી  કેટલું  સુખ  મેળવો  છો,*
*સંબંધ  તો  એ  છે  કે  કોના  વીના  કેટલી  એકલતા  અનુભવો  છો...*

*આસું*
આસું આમતો પાણી જેવું પાણી..

બસ એક તુ જ આનાકાની કરે છે 
બાકી તારી યાદો તો રોજ મનમાની કરે છે....

આસું એક હથિયાર 
તો કયારેક નબળાઈનો અહેસાસ
સુખનો ઓડકાર
કે દુઃખની પરાકાષ્ઠા..
અશ્રુ તોરણ..
સજળ નયન..
આંખડી રાતીચોળ..
આંજળ રેલાય..
વદન..

મનફાવે ત્યારે મને બ્લોક કરે છે પછી 
અનબ્લોક કરે છે મારી પગલી...
હું એને કેટલો પ્રેમ કરુ છું 
વારેઘડીયે ચેક કરે છે...

જિંદગીભર જાતને અદ્રશ્ય રાખી તેં ખુદા,
છેક છેલ્લો ઘાવ કરવા, રૂબરૂમાં આવજે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

એક વાત હું કહીશ
એક તું જાતે સમજીશ??


No comments:

Post a Comment