નફરત નો દરિયો તો અમે હસી ને પાર કરી ગયા સાહેબ....
પણ અમને તો લાગણીના ખાબોચિયાં એ ડૂબાડયા છે....!!!
મનને બદલી શકાય છે,
પણ....
મનમાં હોય,
તેને નથી બદલી શકાતું...
*પ્રેમ એટલે, તારી બે સેકન્ડ ની..*
*એક ઝલક જોવા બગડતો મારો બે કલાક નો સમય..*
ક્યારેક તારું નામ છે ક્યારેક આહ છે,
ક્યારેક હસતી છે કદી ભીની નિગાહ છે.
છે દર્દ 'શાલિગ્રામ' અને આંસુ તુલસીદલ,
બારેય માસ મારે તો તુલસી વિવાહ છે.
તે કરેલા સ્પર્શ પાંગર્યા છે,
રૂવેં રૂવેંથી ટહુકા ખર્યા છે...!!!
પ્રેમના અવશેષો પણ પાછાં મળે...
આ યુગે જો કૃષ્ણ ને રાધા મળે...
અમે તો બન્યા જ હતાં બરબાદ થવા માટે,
તારું મળવું તો એક બહાનું હતું..
સમય વીતી રહયો છે એવી રીતે તારી યાદમાં ,
ટુકડો બરફનો જે રીતે પીગળે શરાબમાં...
તરસ છે
એટલે તો જિંદગી
સરસ છે,
બાકી તો ,
આંગળી નાં વેઢે
ગણાય એટલા જ
વરસ છે .
*જેને યાદ કરતા જ હોઠો પર મુસ્કાન આવી જાય,*
*એવો ખુબસુરત ખ્યાલ છે "તું"*...
No comments:
Post a Comment