Wednesday, 1 November 2017

એ ખાલી તારી મુસ્કાન માંગે છે*,
*ગઝલ ક્યાં કોઈ વિજ્ઞાન માંગે છે*?

એમ જ....
મોકલી છે,
આ સાંજ...
લે...
આંખોમાં આંજ...!!!

છેતરીશ ખુદ ને તો'ય કેટલું...??
અડીશ ઝાંઝવા ને અને ભીનાશ લાગે એટલું જ...!!!
-  તારુ "સ્મિત"

જીવવું હોય તો ડરવું નહી, ડરવું હોય તો જીવવું નહી.
કાળજુ સિંહનુ રાખો,
ઘરની વાત ઘરમાં રાખો
અને સાચું કહેવાની હિંમત રાખો

તારા લાગણીભર્યાશબ્દો સાંભળી 
ક્યારેક મારી આંખો ભીની થઈ જાય છે,
પણ તારા હૈયાનો ભાર હળવો થતા જોઇ
મને ખુશી પણ થાય છે.

કપરા સમય માં કાયર બહાના શોધે છે અને,
બહાદુર વ્યક્તિઓ રસ્તા શોધે છે..

જે ગમે છે તે જ પૂછે છે કે તને કોણ ગમે છે??
પણ હું એને કઈ રીતે કહું કે તું જ મને ગમે છે...!!

ખુમારી છે લડી લેવા ની છેલ્લા શ્વાસ સુધી ..
લકીરો ની આ લાચારી મને માફક નહી આવે ..

સમર્પણ નું ખાતર નાખ્યા વગર પ્રેમ નું વૃક્ષ મોટું થતું નથી..
ભૂલ તારી નથી.. ભૂલ મારી છે એ સમજવું એ જ પ્રેમ છે..!!

 હે મારી માં આશાપુરા !!!! 
*આંસુ એટલા મોંઘા કરી દે,*
કે કોઈ ની આંખો મા આવી
નો શકે, 
*અને હસવાનું એટલું સહેલું કરી દે*
 કે બધા ના હોઠ ઉપર આખો દિવસ રહે…. 


No comments:

Post a Comment