દિલ ઓ જાનથી ચાહવાની ભુલ મારી હતી
લાગણીશીલ પ્રેમમા બેવફાઈ તો તારી હતી
અલી ગાંડી...
દરિયા ના ઘૂઘવાટા પામવા એની નજીક જવું પડે...
ને તું દૂર થી સૂકી નદી બની ને વિરહ માં તડપે છે....
❛અજાણતાં જ હાથથી સરી ગયાં સંબંધો,
ચીમળાયેલા ફૂલ માફક ખરી ગયાં સંબંધો.
પ્રેમની મીઠાશ તો ક્યારની ય જતી રહી,
બસ નામ પૂરતાં માત્ર રહી ગયાં સંબંધો.
સ્હેજ એક તિરાડ પડી જ્યાં સંબંધોના સેતુમાં,
સમયના ધોધમાર વ્હેણમાં વહી ગયાં સંબંધો.
શું થયું, અચાનક કેમ જિંદગી મહેકી ઉઠી ?
વાતાવરણમાં ચોતરફ શું પ્રસરી ગયાં સંબંધો ?
આબાદ જેને રાખવા, બરબાદ હું થાતો રહ્યો,
એ આખરે મને બદનામ કરી ગયાં સંબંધો.
સ્નેહીનો સંગાથ છૂટતો ગયો ધીરે ધીરે,
એકલો હું થઈ ગયો, મને વિસરી ગયાં સંબંધો.
થયું થયું ને બે ઘડીનું આ મિલન ક્યાં થયું ?
શાંત જિંદગીમાં અજંપો ભરી ગયાં સંબંધો.
ચમન સાથે જે રીતે ફૂલોએ દગો કર્યો,
બસ એ જ રીતે મને છેતરી ગયાં સંબંધો.❜
- ✍🏻કંદર્પ ગાંધી
તારાથી થોડી દુર જવાની જરૂર છે,
ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?
પ્રેમ નો શોખ અહીંયા કોને હતો..
બસ,
તમે નજદીક આવતા ગયા ને પ્રેમ થતો ગયો..
કીમત વધતી જાય છે મીત્રોના શબ્દો મા....
લોકર ખોલવુ પડશે મારે
પણ હૃદય મા.....!!
અઘરી રચના પ્રેમ
ની ક્યાં કોઈને સમજાણી છે.....????
ઝેર મીરા પીએ તોયે રાધા દિલ
ની રાણી છે..❣હિર
લેખણી મારી હસે મુજ પર,
કહે કેટલો પ્રેમ બાકી...
હું તો લખતા થાકી,
કેટલો છે જુલમ બાકી...
સ્વર્ગના રૂપ મઢયા,
ને કાલીદાસનાં અલંકાર...
છઁદ-ઉપનિષદ ઘણા કર્યા,
લગીરે નાં રાખી કચાશ...
હવે લખે લેખણી મારી,
બાકી નાં રાહી કોઈ આસ...
નીચોવી દીધી જીવણી મારી,
હવે નાં કોઈ સંતાપ...કહે
'મેહુલ' અમસ્તા જ હતો, કર્યો એમણે પ્રેમ.
No comments:
Post a Comment