Thursday, 2 November 2017

માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત 
વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે 
કદંબ ડાળીયાદ તને, બેસી 
અહીં વેણુ વાતાતા
વનમાળી ?”લહર વમળને કહે
વમળ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી.
કોઈ માગે દાણ, કોઈની આણ 
વાટે ફરતીહવે કોઈ લજ્જાથી 
હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ 
ઝરે લોચનમાં….. માધવ ક્યાંય નથી.
શિર પર ગોરસ મટુકી મારી વાટ  
કેમે ખૂટીઅબ લગ કંકર એક વાગ્યો 
ગયાં ભાગ્ય મુજ ફૂટીકાજળ કહે આંખોને
આંખો વાત વહે અંસુવનમાં !…
માધવ ક્યાંય નથી મધુવનમાં !
– 'હરીન્દ્ર' દવે

કોઇ પણ પુરૂષ નો પહેલો સંબંધ
પહેલો પરિચય તો સ્ત્રી સાથે ને

આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય
સ્ત્રી......

રણકે છે એ સુર હજી;
નિશબ્દ ના,
જળ ની ખામોશી માં તમે તરંગો ન મોકલાવો.

હું તો તેમને જોતા જ અંજાઈ ગયો હતો,
અરીસા ને પૂછવુ પડશે તું રોજ કેટલુ સહન કરશ?

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

આ વખતે ઘરમાંથી દીવાળીની સફાઇ ક
રતા બે ચીજ મળી
એક ભીનો ખૂણો ને રઝળતું
ડૂસકું મળ્યું.....

સમય મળે તો,
ક્યારેક લેજો ખબર,
શું વીતે છે તારા વગર,
મારા ઉપર....

ઉંમર વધે એટ્લે સૌંદર્ય ઘટે એવું નથિ...
એ ચહેરા પરથી ખસી હદયમાં 
વસી જાય છે..

અર્જુન પૂછી બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, 
મોરલી કે રાધા ?
જવાબમા કૃષ્ણ બોલ્યા.
મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.....

તુ એટલે....
મારા હદય રુપી મહાસાગરમાં....
પ્રેમ રુપી નાવ લઇને મુસાફરી કરતી....
એક ગેરકાયદેસર સહેલાણી....


No comments:

Post a Comment