Wednesday, 1 November 2017

ન સમય ની ગણત્રી 
ન પળો નો હિસાબ
લાગણી આજે પણ તારા થી
એટલી જ છે
અનહદ... બેહદ.. બેહિસાબ 

*દોસ્તી કરી છે ખરા હૃદયથી અમે,*
*જાણુ છુ કે તમે ક્યારેય પારખી નહીં શકો,*
*આવીશ જ્યારે મહેમાન બની ને આંગણે તમારા,*
*હદયના બંધ દ્વાર તમે ઉઘાડી નહીં શકો.*

પ્રશ્યાતાપ પણ નથી કરી શકતો,
મારી નિષ્ફળતા નું કારણ હું નહિ,
કોઈ બીજું હોય છે.

ના કોઈ ચાંદ ની પરવા ના સુરજ ની તમન્ના છે,
ગુન્હાઓ થઈ શકે છે એ જ ધરતી મુજ ને ફાવી છે,
મળે છો સ્વપ્નમાં સાકાર ને દિવસે વિચારો માં,
તમે બંને રીતે મારી અવસ્થા હસાવી છે...!!!

તે દિવસે તમારા નૈનમાં  કાજલ ના હોત,
તો,'મિર્ઝા 'ની કિતાબમાં આ ગઝલ ના હોત.

ચૂપ છે હોઠ, બંધ છે આંખો,
તું નથી અહીં, છે માત્ર યાદો,
સ્મિત રેલાયું છે તને વિચારતા વિચારતા,
કે આજે શબ્દો નહિ,
મૌન કરી રહ્યું છે વાતો...!!

ક્યારેક તારું નામ છે ક્યારેક આહ છે,
ક્યારેક હસતી છે કદી ભીની નિગાહ છે.
છે દર્દ 'શાલિગ્રામ' અને આંસુ તુલસીદલ,
બારેય માસ મારે તો તુલસી વિવાહ છે.

*એ તબક્કાની મજા કૈક ઔર હોય છે*
*રીવાજોથી પરે ચાહતનો દૌર હોય છે.*




No comments:

Post a Comment