Thursday, 2 November 2017

એવું નથી કે આપ મને ગમતા નથી
મન મૂકીને ચાહવાની હવે ક્ષમતા નથી..

સળી કરવા વાળા ધ્યાન રાખજો....  
સમય ખરાબ છે એટલે શાંત બેઠો છુ...
સમય આવશે ત્યારે વ્યવસ્થીત દશઁન કરાવીશ...

આ ખોટું છે હું "વફાદાર"  
નથી આ સાચું છે હું "કલાકાર" નથી..

સવાર નાં સૂર્યનાં એક કિરણને, 
મળવાની ઝંખનામાં..
ઝાંકળનું એક બિંદુ આખી રાત, 
એક પાંદડા પર ઠુંઠવાઇ રહ્યું....

ફોટો જોવા થી પ્રેમ થાતો હોત ને
તો સૌને  સૌથી વધારે પ્રેમ ઇશ્વર
સાથે હોત.....

અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે !

*દરેક માણસ એની જીભ ની પાછળ છુપાયેલો હોય છે.
જો એને સમજવો હોય તો એને બોલવા દો...*

*પ્રેમ એટલે મને શોધતી એની*
*એ અજંપાભરી આંખો!*

ઈશ્વરના વર્ચસ્વ આગળ મનુષ્યના 
સર્વસ્વનો કાંઈ અર્થ નથી. 

*પ્રેમ પણ બહુ ચંચળ વસ્તુ છે સાહેબ,*
*બાળપણ માં મફત મળે છે.*
*જુવાની માં કિંમત ચૂકવવી પડે છે*
*અને* *ઘડપણ માં ભીખ માંગવી પડે છે*



જે સંબંધને આપણે વધુ જાળવવા ઇચ્છતા હોઈએ,
એ જ સંબંધો જીવનમા ઝડપથી તુટી જતા હોય છે.

શણગાર તો અમે ક્યાર ના સજી ને ઉભા છી...
જરા તમારી આંખો ને ઉચી કરી ને જુઓ તો ખરા...

મારા અક્ષર સાથે તારો અક્ષર ભળ્યોને
બન્યો એક મૂળાક્ષર 
અનપઢ બની રહી ગય બધી લાગણી ને 
જમાનો થઇ ગયો સાક્ષર.......

આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા ,
ખબર પડે છે મને જિંદગી વિતાવું છું.
હજાર પ્રેમ છતાં આ જીવનની મજબૂરી ,
અનેક વાત હું તારાથીયે છુપાવું છું .

*ટુંકી વાત*
*મત અને દીકરી સમજી 
વિચારી ને આપવા*

રે ! પડોશી ગુલાબ ની જહેમત એળે ગઈ , 
કાંટા ની અણી કૂણી ન થઈ તે ન જ થઈ  .....!

મારો તો સ્વભાવ છે દુધમાં સાકરની
જેમ ભળી જવાનો,
પણ તમને જ ગળ્યું ના ભાવે 
એમાં મારો શું વાંક !!

પોતાના એ જ હોય છે જે કહ્યા 
વગર સાથે ઉભા રહે,
કહેવા પર તો કેટલીક વાર 
અજાણ્યા પણ મદદ કરી દે છે !!

'મગજ' માં થતી ગાંઠ ને મટાડે તે 'વિજ્ઞાન' .. 
'વિચાર' માં થતી ગાંઠ ને મટાડે તે 'જ્ઞાન' ..

લાયક થવું હોય તો પ્રયત્નો કરવાજ પડે,
બાકી ઉંમરલાયક તો ખાટલા માં પડ્યા 
પડ્યા પણ થઈ જવાય..!!


હશે જો એને પ્રેમ તો સામે થી આવશે ...
પ્રેમ મા પાગલ બનાય સાહેબ, ભીખારી નહી...

ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું
વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે
પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે અને
દિલ સાફ હશે તો રોજ સુખ હશે.

જેની પાસે ઓછુ છે.
તેને કોઈ પણ સુખી કરી શકે છે.
પરંતુ...!
જેને ઓછુ જ પડે છે.
તેને ઈશ્વર પણ
સુખી કરી નથી શકતો...!!!

કપાળ પરનું પહેલું ચુંબન
હોઠ પરના સો ચુંબન 
કરતાં પણ મીઠું હોય છે...

ત્રાજવું ઇશ્વરનું અદ્રશ્ય છે
હિસાબ તોય  બધા દ્રશ્ય છે

હુ_તો_વિચારતી_રહી_પણ*_
*નકકી_ના_કરી_શકી* "
*તુ_યાદ_આવે_છે__કે_હુ_યાદ_કરુ_છુ*..

કેટલો ખાસ હોય છે એ મેસેજ....
જેને ટાઈપ તો કરીઅે છીએ,
પણ send નથી કરતા....!!!

આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા ,
ખબર પડે છે મને જિંદગી વિતાવું છું.
હજાર પ્રેમ છતાં આ જીવનની મજબૂરી ,
અનેક વાત હું તારાથીયે છુપાવું છું .

સંબંધો તો જીન્સ જેવા હોવા જોઈએ ......
એકદમ રફ એન્ડ ટફ....
જેમ જુના થાય એમ વધુ ગમે...

અમે તો બન્યા જ હતાં બરબાદ
થવા માટે, તારું મળવું તો એક 
બહાનું હતું..


ઘણી વાર એવુ બને છે કેે.. આપણે 
મોજડી પર મોહી પડીએ છીએ... 
અને મુગટ આપણી રાહ જોતો હોય છે...

મનગમતા નામને ઉંમર ના હોય,
એ તો ગમે ત્યારે હાથ પર લખાય !!

પ્રેમ અને આંસુની ઓળખ
ભલે અલગ અલગ હોય
પણ
બન્નેનું ગોત્ર એક જ છે - 
"હ્રદય"

જે અક્ષરો કાગળ ઉપર આંક્યા હતા
એ લાગણીને ટાંકણે ટાંક્યા હતા
તેં કફન ખોલી કદી જોયું નહીં
મેં શ્વાસ થોડા સાચવી રાખ્યા હતા

પ્રેમ તો જાણે શેમ્પઇનનો ઉભરો…..
જો જે….ઢોળાઇ ના જાય…..

ઊગતા સૂર્યને તપેલા સૂર્યના કિરણમા 
એટલો ફરક હોય છે 
જેટલો હુ તારી નજીકમા ને 
હુ તારી યાદમા

હાર્ટ કેમ મોકલું પર્સનલ માં ...
એ તો ખાલી એની આખો બતાડી 
દિલ લઇ ગય પાર્સલ માં...

લોકો કહે છે કે
તમે શુ ધંધો કરો છો...?
મેં પણ હસતા હસતા કહ્યું કે,
નફરત ની બજાર માં
મહોબ્બત ની દુકાન છૅ...

પ્રેમની તુલના ના કરશો નફરત સાથે સાહેબ..
કેમ કે જેને પણ થયો છે ને એ
કબરમાં પણ શ્વાસ વગર જીવે છે...

તું બુદ્ધુનું સ્મિત છે, 
      તું મીરાનું ગીત છે,
તું વિરહમાં પત્ર છે, 
          મિલનમાં છત્ર છે, 
તું અહીં અને સર્વત્ર છે..!!




માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત 
વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે 
કદંબ ડાળીયાદ તને, બેસી 
અહીં વેણુ વાતાતા
વનમાળી ?”લહર વમળને કહે
વમળ વાત સ્મરે સ્પંદનમાં
માધવ ક્યાંય નથી.
કોઈ માગે દાણ, કોઈની આણ 
વાટે ફરતીહવે કોઈ લજ્જાથી 
હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ 
ઝરે લોચનમાં….. માધવ ક્યાંય નથી.
શિર પર ગોરસ મટુકી મારી વાટ  
કેમે ખૂટીઅબ લગ કંકર એક વાગ્યો 
ગયાં ભાગ્ય મુજ ફૂટીકાજળ કહે આંખોને
આંખો વાત વહે અંસુવનમાં !…
માધવ ક્યાંય નથી મધુવનમાં !
– 'હરીન્દ્ર' દવે

કોઇ પણ પુરૂષ નો પહેલો સંબંધ
પહેલો પરિચય તો સ્ત્રી સાથે ને

આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય
સ્ત્રી......

રણકે છે એ સુર હજી;
નિશબ્દ ના,
જળ ની ખામોશી માં તમે તરંગો ન મોકલાવો.

હું તો તેમને જોતા જ અંજાઈ ગયો હતો,
અરીસા ને પૂછવુ પડશે તું રોજ કેટલુ સહન કરશ?

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

આ વખતે ઘરમાંથી દીવાળીની સફાઇ ક
રતા બે ચીજ મળી
એક ભીનો ખૂણો ને રઝળતું
ડૂસકું મળ્યું.....

સમય મળે તો,
ક્યારેક લેજો ખબર,
શું વીતે છે તારા વગર,
મારા ઉપર....

ઉંમર વધે એટ્લે સૌંદર્ય ઘટે એવું નથિ...
એ ચહેરા પરથી ખસી હદયમાં 
વસી જાય છે..

અર્જુન પૂછી બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, 
મોરલી કે રાધા ?
જવાબમા કૃષ્ણ બોલ્યા.
મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.....

તુ એટલે....
મારા હદય રુપી મહાસાગરમાં....
પ્રેમ રુપી નાવ લઇને મુસાફરી કરતી....
એક ગેરકાયદેસર સહેલાણી....


સાંજે કરમાય જવાના ખબર છે ફુલને ,
તો રોજ સવારે હસતાં હસતાં ખીલે છે..
મોજમાં રહો ને યાર..

તારા સ્મરણો, ભીની ખુશ્બો,
મારું અંતર, બળતો ધૂપ !

કોઈ વખત જાતવાન ઘોડો તમને તેની 
પીઠ પરથી પછાડી દે શક્ય છે... 
પણ તેનો અર્થ નથી કે પછી 
તમારે ગધેડાની સવારી કરવી...

લાગણી અને  પ્રેમ ને આચાર સંહિતા 
લાગુ નથી પડતી..
મન મૂકી ને વ્યક્ત કરો...!!

*"જીવન છે સુખ દુઃખની મેચ,*
*કોઈનો ફટકો તો કોઈનો કેચ."*
*રમનારા બે હોય છે ને*
*પાડી દેનારા અગિયાર હોય છે.*
*તેમાંય સૌથી નજીક ગણાતો*
*વિકેટ કીપર તો મોકાની રાહ* 
*જોઈને જ ઉભો હોય છે...*
*સમજાય એને વંદન*

કાલે અરીસો હતો તો, બધા
જોઈ જોઈ ને જતા હતા,
આજે તૂટી ગયો,
તો બધા બચી બચી ને જાય છે.
સમય સમય ની વાત છે !
લોકો તમારી સાથે નહીં પણ 
તમારી સ્થિતિ સાથે હાથ મિલાવે છે.
          
જીંદગી...જો સમજ મા ના આવી 
તો *મેળામાં એકલો..*
અને જો સમજમાં આવી ગઈ તો 
*એકલામાં જ મેળો...*

એક સ્ત્રી કદાચ સોનું
પારખવામાં ભૂલ કરી શકે,
પણ સામાવાળાની નજર
પારખવામાં ક્યારેય નહીં !!

યાદ કરશો તો યાદો માં મળશું …
નહિ તો ફરિયાદો માં તો છું જ.

*"મતલબ બહુ વજનદાર છે વ્હાલાં કામ 
નીકળી જાય પછી સંબંધ હલકો કરી નાંખે છે."*




તું જો બાકાત હો મુજ થી, 
તો એકલો ય શૂન્ય થઈ જાઉં....
ને તું જો હો પીઠબળ તો, 
હું એકલો જ સૈન્ય થઈ જાઉં....
*એનું નામ દોસ્તી...*

હું કેવો છું મને *ખબર* નથી..સાહેબ,
પરંતુ....
મને *મળેલ* દરેક વ્યક્તિ* બહુ જ *સરસ* છે..
જેને હું હદયથી *માન* આપું છે.
જેમા *તમે* પણ છો..

 *" માં ,બાપ"*
*પર પણ એટલો જ વિશ્વાસ*
      *"  રાખો"*
*જેટલો દવા પર રાખો છો*
 *બેશક થોડા કડવા હશે પણ*
*તમારા ફાયદા માટે જ હશે*
    
*ભાવ ખાવાનો સ્વભાવ*
          રાખવા કરતા
 *ભાવ ભરેલો સ્વભાવ*
          રાખતા શીખો
    *ખૂબ ખુશ રહેશો...*

સમય કયારેય ખરાબ હોતો નથી સાહેબ...
પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય
 એટલે ખરાબ " સમય" લાગે છે

જિંદગી એ *કિસ્મત* નો ખેલ છે...
જો *બુદ્ધિથી* જિંદગી બનતી હોત 
તો આજે વાણિયાના *રજવાડા* હોત...
અને બધું *મહેનત* થી મળતું હોત તો 
મજૂરોને પણ *ઓડી* હોત...

શણગાર તો શરીર ને હોય ..
સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...
કોઇએ પુછયું બંસરી ને કે 
તું કેમ કૃષ્ણને વાલી છે..?
ત્યારે બંસરીએ કહયું કે 
 હું અંદરથી ખાલી છું 
 માટે કૃષ્ણને વ્હાલી છું...!!!

“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, 
જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, 
એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક 
આવી જાય તો કુદરતનો આભાર માનજો”...

ખૂબ લાગણી રાખનાર હમેંશા પસ્તાય છે....
થોડી ઠોકર વાગે તો જ સમજાય છે.....
બનાઈને ખુદા કોઈ ને જ્યારે ઈબાદત કરાય છે...
ફળ ના મળે ને કંઈ ત્યારે જ સમજાય છે....
મહેકતો રાખવા મથીએ છે હરદમ 
સબંધનો બગીચો...
કરમાય છે ફૂલો પણ જ્યારે પ્રયત્ન 
કોઈ એક નો જ દેખાય છે...

થોડી ઠોકર વાગે તો જ સમજાય છે...
ખૂબ લાગણી રાખનાર હમેંશા પસ્તાય છે...


       

Wednesday, 1 November 2017

ન સમય ની ગણત્રી 
ન પળો નો હિસાબ
લાગણી આજે પણ તારા થી
એટલી જ છે
અનહદ... બેહદ.. બેહિસાબ 

*દોસ્તી કરી છે ખરા હૃદયથી અમે,*
*જાણુ છુ કે તમે ક્યારેય પારખી નહીં શકો,*
*આવીશ જ્યારે મહેમાન બની ને આંગણે તમારા,*
*હદયના બંધ દ્વાર તમે ઉઘાડી નહીં શકો.*

પ્રશ્યાતાપ પણ નથી કરી શકતો,
મારી નિષ્ફળતા નું કારણ હું નહિ,
કોઈ બીજું હોય છે.

ના કોઈ ચાંદ ની પરવા ના સુરજ ની તમન્ના છે,
ગુન્હાઓ થઈ શકે છે એ જ ધરતી મુજ ને ફાવી છે,
મળે છો સ્વપ્નમાં સાકાર ને દિવસે વિચારો માં,
તમે બંને રીતે મારી અવસ્થા હસાવી છે...!!!

તે દિવસે તમારા નૈનમાં  કાજલ ના હોત,
તો,'મિર્ઝા 'ની કિતાબમાં આ ગઝલ ના હોત.

ચૂપ છે હોઠ, બંધ છે આંખો,
તું નથી અહીં, છે માત્ર યાદો,
સ્મિત રેલાયું છે તને વિચારતા વિચારતા,
કે આજે શબ્દો નહિ,
મૌન કરી રહ્યું છે વાતો...!!

ક્યારેક તારું નામ છે ક્યારેક આહ છે,
ક્યારેક હસતી છે કદી ભીની નિગાહ છે.
છે દર્દ 'શાલિગ્રામ' અને આંસુ તુલસીદલ,
બારેય માસ મારે તો તુલસી વિવાહ છે.

*એ તબક્કાની મજા કૈક ઔર હોય છે*
*રીવાજોથી પરે ચાહતનો દૌર હોય છે.*